કાચાં કેળાં નો ફરાળી ચેવડો

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.ઘણા લોકો ફરાળમાં બટેટાં ના ખાતાં હોય એમના માટે કાચાં કેળાં સારો પર્યાય છે.ખાસ કરીને જૈન લોકો બટેટાં ની જગ્યાએ કાચાં કેળાંનો ઉપયોગ કરતા હોય છે. હું આજે કાચાં કેળાંનો ફરાળી ચેવડો લઈને આવી છું.આશા છે આ રેસિપી બધાને પસંદ આવશે..🧑‍🍳😊

કાચાં કેળાં નો ફરાળી ચેવડો

1 કમેન્ટ કરેલ છે

પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.ઘણા લોકો ફરાળમાં બટેટાં ના ખાતાં હોય એમના માટે કાચાં કેળાં સારો પર્યાય છે.ખાસ કરીને જૈન લોકો બટેટાં ની જગ્યાએ કાચાં કેળાંનો ઉપયોગ કરતા હોય છે. હું આજે કાચાં કેળાંનો ફરાળી ચેવડો લઈને આવી છું.આશા છે આ રેસિપી બધાને પસંદ આવશે..🧑‍🍳😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫ નંગકાચાં કેળાં
  2. ૨૦૦ ગ્રામ તેલ
  3. ૧ કપમગફળીના દાણા
  4. ૧૦ નંગ કિસમીસ
  5. ૫ નંગઆખા કાજુ
  6. ૨ સ્પૂનમરી પાવડર
  7. ૧ સ્પૂનનમક
  8. ૪-૫ લીમડાના પાન
  9. સૂકાં લાલ મરચાં
  10. ૧ સ્પૂનદળેલી ખાંડ (ઓપ્શન માં છે.)

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં એક કેળાં ની છાલ ઉતારી સીધી કઢાઈમાં જ કેળાં નું ખમણ પાડી તળી લો.

  2. 2

    આ રીતે ત્રણ કેળાં નું ખમણ તળી લો.એક બાઉલ માં કાઢી લો.પછી કાજુ,કિસમીસ, મગફળીના દાણા, લાલ સૂકાં મરચાં લીમડાના પાન તળીને બાઉલ માં કાઢી લો.બધુએકસરખુ મિક્સ કરી ઉપર થી મરી પાવડર,નમક, ખાંડ, નાખી ફરી થી મિક્સ કરો..

  3. 3

    તૈયાર છે આપણો ક્રન્ચી અને ટેસ્ટી...
    કાચાં કેળાં નો ફરાળી ચેવડો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes