વેડમી અને કઢી

Rani Soni
Rani Soni @cook_10055978
Godhra

#જોડી વેડમી/પૂરણપોળી વિશે કઈ કહેવાની જરૂર ખરી? એવુ તો કદાચ કોઈ પણ ન હોય કે જેને પૂરણપોળી ન ભાવતી હોય. પૂરણપોળીને વેઢમી પણ કહેવામાં આવે છે. પૂરણપોળી સાથે કઢી ખાવાની બહુ મજા પડે છે. ચાલો ચાર વ્યક્તિ માટે પૂરણપોળી બનાવવાની રીત જોઈએ.

વેડમી અને કઢી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#જોડી વેડમી/પૂરણપોળી વિશે કઈ કહેવાની જરૂર ખરી? એવુ તો કદાચ કોઈ પણ ન હોય કે જેને પૂરણપોળી ન ભાવતી હોય. પૂરણપોળીને વેઢમી પણ કહેવામાં આવે છે. પૂરણપોળી સાથે કઢી ખાવાની બહુ મજા પડે છે. ચાલો ચાર વ્યક્તિ માટે પૂરણપોળી બનાવવાની રીત જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

80 મિનીટ
4 સર્વિંગ્સ
  1. વેડમી ની સામગ્રી:
  2. 1 કપતુવેર દાળ
  3. 1 કપખાંડ અથવા ગોળ
  4. 2 ચમચીતેલ
  5. 2 કપઘઉંનો લોટ
  6. 2 ચમચીઘી
  7. 1/2 નાની ચમચી એલચી પાવડર
  8. કઢી માટે:
  9. 1 કપદહીં
  10. 2 કપપાણી
  11. 4 ચમચીચણાનો લોટ
  12. 1 ચમચીઆદુ મરચાં પેસ્ટ
  13. 1 ચમચીખાંડ
  14. સ્વાદપ્રમાણે મીઠું
  15. 1 ચમચીકોથમીર
  16. વઘાર માટે:
  17. 1 ઇંચટુકડો તજ
  18. 2લવિંગ
  19. 5-6મેથી દાણા
  20. 8-10પાન લીમડો
  21. 1 ચપટીહિંગ
  22. 2આખા લાલ મરચાં
  23. 1/2 ચમચીજીરુંરાઈ મિકસ
  24. 2તજપાન
  25. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

80 મિનીટ
  1. 1

    વેડમી બનાવવાની રીત: તુવેર દાળ ને ધોઈ લો
    તેમાં 1 1/2 કપ પાણી ઉમેરી કુકરમાં બાફવા મુકો
    કૂકર ની 3 સીટી લો
    હવે ગેસ બંધ કરી દો

  2. 2

    હવે એક પેનમાં બાફેેલી દાળ અને ખાંડ નાંખી
    ગેસ પર મુકો
    ધીમા તાપે હલાવતા રહો
    એકદમ ઘટ્ટ થાય થાય એટલે ગેસ બંધ કરો
    તેમાં એલચી નો ભૂકો નાંખી ઠંડુ થવા દો

  3. 3

    હવે તેના મિડીયમ સાઈઝ નાં નાના ગોળા વાળી લો
    હવે ઘઉં ના લોટ માં તેલ નાખીને પાણી થી મિડીયમ લોટ બાંધી લો.

  4. 4

    લોટ ને 20 મિનીટ સેટ થવા મૂકી રાખો
    એક લુંવો લઈ તેને કોરા લોટ માં રગદોળી
    અડધી વણી તેમાં પુરણ નો વચ્ચે ગોળો મૂકી તેને ફરી પેક કરી રોટલી સમાન વણો

  5. 5

    નોનસ્ટીક તવા પર બંને બાજુ શેકી લો
    વેડમી પર ઘી ચોપડી લો
    વેડમી તૈયાર છે

  6. 6

    કઢી બનાવવાની રીત: પાણીમાં ચણાનો લોટ,આદુમરચાં પેસ્ટ, દહીં, ખાંડ, મીઠું મિક્સ કરી લો
    આને ફેંટી એક મિશ્રણ કરી લો
    એક પેન માં વઘાર માટે ઘી ગરમ કરો
    વઘાર માટે ની બધી સામગ્રીને ઘી માં નાંખી તતડાવો

  7. 7

    હવે તેમાં બેસન અને દહીંનો મિશ્રણ ઉમેરો
    એક ઉકાળો આવતા ધીમા તાપે રાખીને 5-6 મિનિટ માટે ઉકળવા દો
    વચ્ચે વચ્ચે હલાવતા રહો
    કોથમીર નાખો
    ગરમા ગરમ કઢી સાથે વેડમી સર્વ કરો

  8. 8

    હવે તેમાં બેસન અને દહીંનો મિશ્રણ ઉમેરો
    એક ઉકાળો આવતા ધીમા તાપે રાખીને 5-6 મિનિટ માટે ઉકળવા દો
    વચ્ચે વચ્ચે હલાવતા રહો
    કોથમીર નાખો

  9. 9

    એક પેન માં વઘાર માટે ઘી ગરમ કરો
    વઘાર માટે ની બધી સામગ્રીને ઘી માં નાંખી તતડાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rani Soni
Rani Soni @cook_10055978
પર
Godhra
Homechef..Love 2 cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes