આલુ દાબડા (aalu dabada recipe in gujarati)

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
Rajkot

આલુ દાબડા ખંભાત ની ફેમસ વાનગી

છે જે ખાવા માં બોવ જ ટેસ્ટી લાગે છે આજે મે ખંભાતની ફેમસ વાનગી બનાવી છે, આલુ દાબડા.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30મિનિટ
2serving
  1. 2 ચમચીરવો
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 2 ચમચીતલનો ભૂકો
  4. 5-6 નંગબટેકા
  5. 1 ચમચીઆદું
  6. 4-5 ચમચીલસણની પેસ્ટ
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીધાણાજીરું
  9. ચપટીહળદર
  10. ચપટીહિંગ
  11. લીંબુ નો રસ
  12. સ્વાદ મુજબ નમક
  13. ખીરું બનાવવા માટે -
  14. 250 ગ્રામચણા નો લોટ
  15. ચપટીસોડા
  16. સ્વાદ મુજબ નમક
  17. જરૂર પડતું પાણી
  18. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌથી પહેલા બધા મસાલા તૈયાર કરી લો, હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હિંગ, નમક, લીંબુનો રસ બધું મિક્સ કરી પુરણ તૈયાર કરી લો પછી બટેકા લો તેની છાલ ઉતારી લો.

  2. 2

    હવે તેની એકસરખી બોવ જાડી નહીં ને પાતળી નહીં મીડીયમ એવી ગોળ સ્લાઈસ કરી લો, પછી એક પડ લઈ તેના પર પુરણ તૈયાર કર્યું છે એ લગાવો પછી તેના પર પાછું બીજું પડ માથે મૂકી હાથેથી હળવેકથી દબાવો, આવી રીતે બધા દાબડા તૈયાર કરી લો.

  3. 3

    હવે ખીરું તૈયાર કરવા એક બાઉલમાં લોટ લો તેમાં નમક અને ચપટી સોડા નાખી થોડું થોડું પાણી નાખી ખીરું તૈયાર કરવું, એક કડાઈમાં તેલ મુકો તેલ આવી જાય એટલે ધીમી આંચ પર દાબડાને ખીરા માં બોળી તળવા, એકવાર તળાઈ જાય પછી પાછા એકવાર તળી લેવા એટલે એકદમ ક્રિસ્પી થશે, આવી રીતે બધા દાબડા તળવા.

  4. 4

    તો તૈયાર છે ખંભાતના પ્રખ્યાત આલુ દાબડા, મે અહીંયા ખજૂર ને આમચૂર પાવડરની ચટણી સાથે સર્વ કર્યા છે જે ખાવા માં મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
પર
Rajkot

Similar Recipes