આલુ પરાઠા (Aloo paratha recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. પરોઠા ના લોટ માટે:
  2. ૧ બાઉલઘઉંનો લોટ
  3. ૨ ચમચીતેલ નું મોણ
  4. સ્વાદાનુસારમીઠું
  5. જરૂર મુજબપાણી
  6. પુરણ માટે:
  7. ૩-૪ નંગબટેટા
  8. સ્વાદાનુસારમીઠું
  9. ૧ ચમચીમરચું પાઉડર
  10. ૧ ચમચીધાણાજીરૂ
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧/૨ ચમચીગરમ મસાલો
  13. ૧/૨ ચમચીચાટ મસાલો
  14. ૨ ચમચીલીલા ધાણા
  15. ૧ નંગ વાટેલું લીલું મરચું
  16. જરૂર મુજબ શેકવા માટે તેલ / ઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પરાઠા માટે લોટ બાંધી અને તૈયાર કરો ્્..

  2. 2

    હવે બટેટાને ધોઈને બાફી લો. ઠંડા પડે એટલે છાલ ઉતારી બટાકાને મેશ કરી બધો મસાલો એડ કરી પૂરણ તૈયાર કરો.

  3. 3

    હવે પરાઠા બનાવવા માટે ઘઉંના લોટમાંથી એક લૂવો લઈ નાની પૂરી વણો. તેમાં બટેટાનો બનાવેલું થોડું પુરણ ભરી ચારે બાજુથી વચ્ચે લઇ પાછો લૂવો બનાવો.

  4. 4

    હવે થોડો અટામણ નો લોટ લઇ હલ્કા હાથથી પરોઠું વણી તૈયાર કરો.

  5. 5

    હવે પરાઠા શેકવા માટે લોઢી ગરમ થાય એટલે થોડું તેલ અથવા ઘી બંને સાઇડ વારા ફરથી લગાવી શેકી લો.

  6. 6

    તૈયાર છે આલુ પરાઠા તેને દહીં, અથાણા અથવા ચા સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes