બટાકા ઓનિઓન પરાઠા (potato onion paratha recipe in Gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#GA4
#Week1 #Potato, Paratha

બટાકા ઓનિઓન પરાઠા (potato onion paratha recipe in Gujarati)

#GA4
#Week1 #Potato, Paratha

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
2 વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૪ નંગડુંગળી
  3. ૧ ટેબલ સ્પૂનતેલ
  4. ૧ ટીસ્પૂનરાઈ
  5. ૧ ટીસ્પૂનજીરુ
  6. ચપટીહિંગ
  7. ૧ ટીસ્પૂનહળદર પાઉડર
  8. ૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  9. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  10. ૧ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  11. ૧ ટીસ્પૂનદળેલી ખાંડ
  12. ૧ નંગલીંબુ
  13. મીઠું સ્વાદાનુસાર ઉત્તર પ્રદેશ
  14. કોથમીર
  15. લોટ માટે
  16. બાઉલ ઘઉંનો લોટ
  17. ૧ ટેબલ સ્પૂનતેલ
  18. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને બાફી લો. ડુંગળીને ઝીણી સમારી લો. બટાકા બફાઈ જાય પછી તેને છોલી લો.

  2. 2

    એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું અને મોણ નાખી બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં તેવો લોટ બાંધવો. પછી લોટને ઢાંકીને 20 મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    એક કઢાઈમાં તેલ લો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ નાખો. પછી તેમાં જીરું, હિંગ, હળદર પાઉડર નાખો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો. ડુંગળીને સાંતળવા દો. ત્યાં સુધી બાફેલા બટાકાને મેશ કરી દો.

  4. 4

    ડુંગળી ચઢી જાય પછી બાફેલા બટાકાનો માવો નાખો. પછી તેમાં બાકીના બધા મસાલા નાખીને મિક્સ કરો. છેલ્લે ઉપરથી કોથમીર નાખીને મિક્સ કરો.

  5. 5

    લોટ નો નાનો લૂવો લઈ અટામણ લઈ રોટલી વણો. પછી તેમાં બે ચમચી બટાકાનું પૂરણ મૂકો.

  6. 6

    પછી રોટલી ને ઉપરથી પકડી ગોળ ગોળ વાળો અને ઉપરનો વધારાનો લોટ કાઢી નાખીને થોડું દબાવી ને ફરીથી વણો. પછી ગરમ તવી માં તેલ લગાવીને પરોઠા બંને સાઇડ ચડવા દો.

  7. 7

    ગરમ પરાઠાને સોસ સાથે સર્વ કરો. દહીંની તીખારી સાથે પણ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

Similar Recipes