ચ્યવનપ્રાશ(Chyawanprash Recipe in Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#Cookpad mid - Week challenge
#Immunity recipes
#MW1

આમળાંના ૧૦૦ ગ્રામ જેટલા રસમાં ૯૨૧ મિ.ગ્રા. તથા ગરમાં ૭૨૦ મિ.ગ્રા. જેટલું વિટામિન સી મળી આવે છે.
આ ફળ 'વિટામિન સી'નો સર્વોત્તમ ભંડાર ગણાય છે. આમળાં દાહ, પાંડુરોગ, રક્તપિત્ત, અરુચિ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, ક્ષય, છાતીના રોગ, હૃદય રોગ, મૂત્ર વિકાર આદિ અનેક રોગોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. શરીરની ચરબી ઘટાડીને મોટાપો દૂર કરે છે. માથા પર આવેલા વાળને કાળા, લાંબા અને જાડા રાખે છે. વિટામિન સી એવું નાજુક તત્વ હોય છે જે ગરમીના પ્રભાવને કારણે નષ્ટ થઇ જાય છે, પરંતુ આમળાંમાં રહેલું વિટામિન 'સી' નષ્ટ થતું નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
7 - 8 દિવસ માટે
  1. 250 ગ્રામ- આમળા
  2. 1/2 કપ- ઘી
  3. 100 ગ્રામ- ગોળ
  4. 1/4 કપ- મધ
  5. તજ - 1 નાનો ટુકડો
  6. લવિંગ - 5 નઁગ
  7. 1/2 ટેબલ સ્પૂન- વરિયાળી
  8. 1/2 ટેબલ સ્પૂન- જીરૂ
  9. 2- તમાલ પત્ર
  10. 75 ગ્રામ- પલાળેલા ખજૂર (10-15 મિનીટ)
  11. 1 ટેબલ સ્પૂન- તુલસીના પાન
  12. 50 ગ્રામ- આદું
  13. 10નઁગ - નાની ઈલાયચી
  14. 1/2 ટી સ્પૂન- કાળા મરી નો પાઉડર
  15. 12-15તાંતણા - કેસર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મોટા બનારસી આમળા ને ધોઈ અને કૂકરમાં બાફી લેવા.ઠંડા પડે એટ્લે મિક્સર મા ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    કઢાઈ મા ઘી મુકી તે ગરમ થાય એટ્લે આમળા ની પેસ્ટ તેમાં ઉમેરી લેવી.

  3. 3

    બીજી બાજુ પલાળેલા ખજૂર,આદું,તુલસી નાં પાન ને મિક્સર મા ક્રશ કરી લેવા. તેને પણ આમળા સાથે મિક્સ કરી હલાવી લેવુ.

  4. 4

    બીજા જાર મા તજ,લવિંગ,વરિયાળી,જીરું,તમાલ પત્ર, ઈલાયચી,મરી નો પાઉડર ક્રશ કરી અને ચાળી લેવો.

  5. 5

    આમળા ની પેસ્ટ હલાવતા રેહવું. 5 - 7 મિનીટ હલાવ્યા પછી તેમા તજ લવિંગ વાળો પાઉડર મિક્સ કરી લેવો.

  6. 6

    પાઉડર ઉમેરી ને 2 - 4 મિનીટ મિક્સ કરી લેવુ. એ પછી તેમા ગોળ અને મધ ઉમેરી મિક્સ કરી લેવુ.

  7. 7

    બધુ બરાબર મિક્સ કરી લેવુ. લગભગ 7 - 10 મિનીટ મા મિશ્રણ લચકા પડતું થાય એટલે તેમા કેસર મસળી ને ઉમેરી દેવું.

  8. 8

    કેસર નાખી તરત જ ગેસ બઁધ કરી દેવો. ઠંડું પડે પછી એર ટાઈટ ડબ્બામાં ભરી દેવું.

  9. 9

    આમા વ્યક્તિ પોતાના સ્વાદ અનુસાર ફેરફાર કરી શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes