આઇસ હલવો (Ice Halwa recipe in Gujarati)

બિલકુલ મુંબઈ સ્ટાઇલ એકદમ સ્વાદિષ્ટ અને કડક ટુકડા થાય તેવો બન્યો છે. બનાવતા થોડુંક ધ્યાન રાખવામાં આવે તો બહુ જ જલ્દીથી અને આસાનીથી બની જાય છે...
આઇસ હલવો (Ice Halwa recipe in Gujarati)
બિલકુલ મુંબઈ સ્ટાઇલ એકદમ સ્વાદિષ્ટ અને કડક ટુકડા થાય તેવો બન્યો છે. બનાવતા થોડુંક ધ્યાન રાખવામાં આવે તો બહુ જ જલ્દીથી અને આસાનીથી બની જાય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
બદામ અને પિસ્તા ને એકદમ પાતળી કતરીમાં સમારી લેવા.
- 2
એક પેનમાં ગેસ ચાલુ કર્યા વગર ઓગળેલું ઘી, મેંદો, દૂધ અને ખાંડ લઇ મિક્સ કરવા. બધું બરાબર ગાંઠ વગર એકરસ મિક્સ થઇ જાય પછી ગેસ ચાલુ કરવો.
- 3
ફ્લેમ બિલકુલ ધીમી રાખી એકધારું હલાવવું. ચમચો છોડવો નહીં. પળ માટે પણ હલાવવાનું અટકાવવાનુ નથી. પહેલી 5 મિનિટમાં મિશ્રણ ખાંડ ઓગળવાથી પાતળું થશે. પછી ધીમે ધીમે ઘટ્ટ થવા લાગશે. 15-20 મિનિટ નોનસ્ટોપ હલાવ્યા પછી મિશ્રણ પેન છોડવા લાગશે. આ સ્ટેજ પર થોડુંક મિશ્રણ પ્લેટમાં લઇ 1 મિનિટ માટે ઠંડુ કરવું. અને પછી અડવાથી આંગળી પર ચોંટે નહીં અને ગોળી વળે તો તે તૈયાર છે એમ માનવું. આ દરમિયાન ગેસ પરના મિશ્રણને હલાવતા રહેવું. થવા આવે એટલે તેમાં રોઝ એસેન્સ નાખી મિક્સ કરી લેવું.
- 4
એક મોટું બટર પેપર કે પ્લાસ્ટિક શીટ લઇ તેના પર ઘી લગાવીને રાખવું. બનેલા મિશ્રણને તેના પર રેડવું. વેલણ પર ઘી લગાવી ધીરે ધીરે મિશ્રણને ફેલાવતા જવું. સહેજ ઠંડું પડે એટલે પછી જલ્દીથી જાડા વેલણ વડે થાય તેટલું પાતળું અને લંબચોરસ વણવું. જેટલું લેયર પાતળું હશે તેટલો હલવો જલ્દીથી સૂકાશે અને તૂટે તેવો કડક બનશે.
- 5
તરત જ વણેલા રોટલા પર બધી બાજુ ઇલાયચી પાઉડર, બદામ અને પિસ્તા ની કતરણ પાથરી બીજું બટર પેપર મૂકી ફરી વેલણથી વણવું. જેથી પાથરેલું બધું દબીને સેટ થઇ જાય. પછી આ રોટલાને 5-6 કલાક માટે ખુલ્લો સૂકવવા દેવો.
- 6
બરાબર સૂકાય એટલે કાતર અથવા કટરથી બટર પેપર સાથે જ મોટા ચોરસ ટુકડા માં કાપી લેવો. અને બીજા 5-6 કલાક માટે ફ્રીઝમાં પ્લેટમાં કાઢી ખુલ્લો જ મૂકવો.
- 7
પછી આઇસ હલવો અડતાં સાથે તૂટે તેવો થઇ ગયો હશે. તેને ડબ્બામાં ભરી ફ્રીઝમાં 15 દિવસ સુધી રાખી શકાશે.
Similar Recipes
-
નાનખટાઇ (Nankhatai Recipe In Gujarati)
લગભગ એકાદ વર્ષ ઉપર થઇ ગયું છે. અને હું ફરીથી કુકપેડ એપ ખોલી ગુજરાતીમાં રેસીપી લખવા બેઠી છું. વચ્ચે ઘણીવાર મન થયું પણ થોડીક આળસને કારણે પોસ્ટપોન્ડ થયું. આ વર્ષના 6 મહિના જેવો સમય બિમારીમાં અને બેડરેસ્ટમાં ગયો. તો હું રસોડામાં બહુ એક્ટિવ રહી જ નહોતી શકી.કુકપેડ એપમાં પોતાના પ્રોફાઈલમાં રેસીપી રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બીજા સાથે તમે પણ પોતાની રેસીપીનો માપ સાથે રેકોર્ડ રાખી શકો છો. તો ફરી બનાવતા વિચારવા કે શોધવા જવાની જરૂર નથી રહેતી. આ હું પોતાના અનુભવથી કહું છું.દિવાળીની રજાઓમાં મારા મમ્મીના ઘરે હતી ત્યારે મામાના ઘરે લઇ જવા માટે મમ્મીએ નાનખટાઇ બનાવવાનું કહ્યું. અને બહુ જ સરસ બની.તો મેં થોડાક પીક્સ લીધા. જેની સાથે અહીં રેસીપી શેર કરું છું. પહેલા બહુ શરુઆતમાં મેં નાનખટાઇ ની એક રેસીપી શેર કરી છે. આ રેસીપી એનાથી થોડીક અલગ છે અને રિઝલ્ટ વધારે સરસ મળે છે તો શેર કરું છું. Palak Sheth -
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#Cookpadindia#Cookpadgujaratiશિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
આઈસ હલવો (Ice Halwa recipe in Gujarati)
#CB3#week3#DFT#cookpadgujarati#cookpadindia મીઠાઈવાળા ની દુકાન જેવો આઈસ હલવો ઘરે બનાવો ખૂબ જ સરળ છે. આઈસ હલવો ઘરે પણ ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ વસ્તુઓ માંથી બે અલગ અલગ ફ્લેવરમાં આઈસ હલવો બનાવી શકાય છે. દિવાળી જેવા તહેવારોની ઉજવણી વખતે ઓછા ખર્ચમાં અને મીઠાઈવાળા ની દુકાન જેવો જ આ આઈસ હલવો ઘરે બનાવી શકાય છે. આઈસ હલવો મુંબઈનો સૌથી વધારે પ્રખ્યાત છે. આઈસ હલવાને મુંબઈનો આઈસ હલવો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવો આ આઈસ હલવો ઘરે કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3 Week 3 છપ્પન ભોગ સહેલી રીતે પરફેક્ટ માપ સાથે બનાવેલો સ્વાદિષ્ટ બોમ્બે આઈસ હલવો ફક્ત પંદર મિનિટ માં બની જાય છે. Dipika Bhalla -
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB3#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આખા વર્ષ દરમિયાન હું સૌથી વધુ રાહ ગણેશોત્સવ ની જોઉં છું. ગણેશજીની સ્થાપના કરી હોય એટલે થાળ ધરવામાં દરરોજ અલગ-અલગ મિષ્ટાન્ન તો બનાવતા જ હોઈએ. તેમાં મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે. તેમાં ખાંડ ના બદલે મિલ્કમેઈડ નો ઉપયોગ કર્યો છે.#GCR Rinkal Tanna -
ત્રિરંગી આઈસ હલવો
#HM આજે સ્વાતંત્રતા દિવસ અને રક્ષાબંધન એમ બે તહેવારો એક જ દિવસે ભેગા થઇ ગયા. તો મેં પણ મારી વાનગી માં બંને તહેવારોની ઉજવણી એકસાથે કરી દીધી !આપ સૌને સ્વાતંત્રતા દિવસની ખુબ બધી વધાઈઓ અને રક્ષાબંધનની શુભકામનાઓ.મારી વાનગી 'ત્રિરંગી આઈસ હલવો' ફક્ત રંગ માં જ નહિ, પણ સ્વાદ માં પણ ત્રિરંગી છે. આજ ના ખાસ તહેવારમાં આ હલવો ચોક્કસ તમારા ડાઇનિંગ ટેબલ ની શોભા વધારશે. તો ચાલો શરુ કરીયે. #surprizewinner Priyangi Pujara -
પાઇનેપલ ટૂટીફ્રૂટી મફીન્સ (Pineapple Tuttyfruity Muffins)
મેં dear @Vivacook_23402382 Mrs. Viraj Vasavda સાથે ઝૂમ લાઇવમાં આ મફીન્સ ની રેસિપી શીખી. મફીન્સ ખૂબ જ સોફ્ટ, સ્પોન્ઝી અને ટેસ્ટી બન્યા. ઝૂમ લાઇવમાં એમણે સરસ રીતે સમજાવ્યું અને બહુ મજા આવી. Thank you for yummy recipe 🤗. Palak Sheth -
ટુટી ફ્રુટી મિલ્ક ફ્રૂટ કેક (Tutti frutti Milk Fruit Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia જોઈનેજ ગમી જાય એવા, અને ખાવા માં ટેસ્ટી aને સોફ્ટ એવા, મિલ્ક ફ્રૂટ કેક. જેમાં ટુટીફ્રૂટી નાખીને, એટ્રેકટીવ દેખાય. એવા ટૂટીફ્રૂટી મિલ્ક કેક સહુ ને ગમી જાશે. તો ચાલો કેક બનાવવાનું શરુ કરીયે... Asha Galiyal -
-
સંદેશ(sandesh recepie in Gujarati)
#વિકમીલ2મેં દૂધને ફાડીને પનીર બનાવીને તેમાં થી સંદેશ બનાવ્યા છે જે એકદમ ઈઝી છે . આ બંગાળી મીઠાઈ છે જે બહુ જ પ્રખ્યાત છે. અને બહુ જ આસાનીથી બની જાય છે Pinky Jain -
-
એગલેસ બ્રાઉની (Eggless Brownie Recipe In Gujarati)
#FD#Friendship Day ફ્રેન્ડ, સહેલી, મિત્ર એને કહેવાય, જે આપણને હેલ્પ કરે. એની સાથે વાતો કરતા તમને ગમે, એવી વ્યક્તિ કે તમને હંમેશા સમય આપે. ખૂબ સરસ સમજાવે. પોતાનો સમય ના જુવે. પોતાના બીઝી શિડ્યૂલ માંથી સમય કાઢી ને તમારી જોડે વાત કરે. એ ખરા અર્થ માં દોસ્ત કહેવાય. અહીં હું ગુજરાતી કુકપેડ એડમીન દિશા ચાવડા ની વાત કરું છું. ❤ યુ દિશા 💕 Asha Galiyal -
પેંડા (Peda Recipe In Gujarati)
- પેંડા એવી મીઠાઈ છે જે નાના મોટા દરેકને ખૂબ પસંદ છે.. અહીં જલ્દીથી બની જતા પેંડા ની રેસિપી પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરજો..#RC2 White recipe Mauli Mankad -
-
-
-
મુંબઈ નો હલવો (Mumbai Halwa Recipe In Gujarati)
મે આજે ઠાકોરજી ને ધરવા માટે મુંબઈ નો ફેમસ હલવો બનવાની કોશિશ કરી છે. ને સરસ પણ બન્યો છે. તમને પણ ગમશે.#GA4#Week9#maida Brinda Padia -
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek3#CB3 આઈસ હલવોઆઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋. Sonal Modha -
-
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post2 આ એક ખુબજ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે..મોટા ભાગે લોકો આ વાનગી કોર્ન ફ્લોર માંથી બનાવે છે.પણ મે આ વાનગી તપકિર નાં લોટ માંથી બનાવી છે.જેથી એ ફરાળ માં પણ ખાઈ શકાય છે. વડી તે એકદમ સ્વાદિષ્ટ,સરળતા થી, ખુબ ઓછા સમય માં બની જાય છે અને સ્વીટ તરીકે પીરસવામાં આવે છે. Varsha Dave -
મિલ્ક મેંગો ડેઝર્ટ(Milk Mango Dessert recipes in Gujarati)
#KR આ ડેઝર્ટ કુકીંગ વગર નું બને છે.તેમાં કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાઉડર,ક્રિમ વાપરવું પડતું નથી છતાં એકદમ ક્રિમી બને છે.ત્રણ પ્રકાર નાં અલગ અલગ લેયર તૈયાર કરી ને બનાવવાં માં આવે છે. Bina Mithani -
ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati)
#RC3#redrecipeજલેબી કોને ના ભાવે? આપણા ભારત દેશની નેશનલ મિઠાઇ એટલે જ કદાચ કહેવાય છે. પણ જો ઇતિહાસ માં ડોકિયું કરીએ તો જલેબી મૂળ રીતે ભારત દેશમાં નથી ઉદ્દભવી. ઇરાન દેશમાં ઝોલાબિયા તરીકે ઓળખાતી અને ઇફ્તારમાં રમઝાન વખતે ખાસ બનતી. ત્યાંથી બીજે બધે એ ખ્યાતનામ થઇ. અને મુગલો સાથે ભારતમાં પ્રવેશી.અને પછી અહીં સ્વાદરસિયાઓમાં પ્રખ્યાત થઇ.જલેબી એમ જ ખાઇએ તો પણ સ્વાદિષ્ટ લાગે. સમોસા, કચોરી, ફાફડા, ગાંઠિયા,ઊંધીયું વગેરે વગેરે ફરસાણ સાથે પણ જબરી જામે...પણ.....તેના અસલી સ્વાદની મજા તો રબડી સાથે જ આવે. ગજબની મીઠાશમાં મીઠાશ ભળે. તો આજે મેં સાથે રોઝ રબડી પણ બનાવી...મારા દિકરાને એકલી જલેબી બહુ મીઠી લાગે અને ઓછી પસંદ છે. પણ મારી બનાવેલી જલેબી તેણે રબડી સાથે ટેસ્ટ કરી અને બન્ને સાથે બહુ પસંદ આવ્યા. અને સારી એવી ખાધી...જલેબી ઘણી બધી રીતે બનતી હોય છે. જેમાંથી મેં આજે મેંદાની ઇન્સ્ટન્ટ જલેબી બનાવી છે. ખીરામાં આથો ના આવેલો હોય તો ફક્ત સહેજ ખટાશવાળા સ્વાદનો ફરક પડે. બાકી ઇન્સ્ટન્ટ જલેબી એટલી જ ટેસ્ટી, ક્રિસ્પી અને પરફેક્ટ બને છે. Palak Sheth -
-
More Recipes
ટિપ્પણીઓ (69)