કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#DTR
#cookpadindia
#cookpadgujarati
@Disha_11 @Ekrangkitchen @hetal_2100
તહેવારોની મોસમ આવી ગઈ છે. વ્યક્તિગત રીતે મને વર્ષનો આ સમય ખૂબ ગમે છે કારણ કે મને આવનારા તહેવારો સાથે સંકળાયેલ મારી કેટલીક મનપસંદ મીઠાઈઓ બનાવવા મળે છે. તેથી આજે હું કાજુ ગુલકંદ ડીલાઈટ બનાવી રહી છું, જે અત્યાર સુધી મારી સૌથી પ્રિય તહેવારની ટ્રીટ છે.

કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati)

#DTR
#cookpadindia
#cookpadgujarati
@Disha_11 @Ekrangkitchen @hetal_2100
તહેવારોની મોસમ આવી ગઈ છે. વ્યક્તિગત રીતે મને વર્ષનો આ સમય ખૂબ ગમે છે કારણ કે મને આવનારા તહેવારો સાથે સંકળાયેલ મારી કેટલીક મનપસંદ મીઠાઈઓ બનાવવા મળે છે. તેથી આજે હું કાજુ ગુલકંદ ડીલાઈટ બનાવી રહી છું, જે અત્યાર સુધી મારી સૌથી પ્રિય તહેવારની ટ્રીટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
બધા જ
  1. 100 ગ્રામકાજુ
  2. 1 કપદૂધ
  3. 1 કપમિલ્ક પાઉડર
  4. 1/2 કપપાઉડર ખાંડ
  5. 1/2 કપટોપરું પાઉડર
  6. 1/3 કપબદામ પિસ્તાની કતરણ
  7. 1/2 કપગુલકંદ
  8. 1 ચપટીગ્રીન ફૂડ કલર
  9. 3-4 ચમચીતૈયાર પાન મુખવાસ
  10. 5-7કપુરી/બનારસી/ક્લકતી પાન
  11. 2-3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ કાજુની ધીમા તાપે ડ્રાય રોસ્ટ કરી લેવા ઠંડા પડે એટલે પલ્સ મોડ પર ક્રશ કરી ચાળીને તેનો પાઉડર તૈયાર કરવો. પાનને સાફ કરી ઝીણા સમારી મિક્સર જારમાં મુખવાસ અને બે ચમચી દૂધ ઉમેરી પેસ્ટ તૈયાર કરવી.

  2. 2
  3. 3

    હવે એક પેનમાં દૂધ લઈ પાઉડર ખાંડ ઓગળે તેટલું ગરમ કરી ગેસ પરથી ઉતારી લેવું ત્યારબાદ તેમાં એક ચમચી ઘી મિલ્ક પાઉડર અને મિક્સ કરી ધીમા ગેસ પર સતત હલાવતા રહેવું થોડીવાર બાદ કાજુનો પાઉડર ઉમેરી લચકા પડતું જણાય તેટલું મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવું.

  4. 4
  5. 5

    તૈયાર મિશ્રણ ના બે ભાગ કરી એક ભાગમાં તૈયાર કરેલ પાનની પેસ્ટ અને ગ્રીન ફૂડ કલર ઉમેરો. ત્યારબાદ જે વાસણમાં સેટ કરવાનું હોય તેમાં બટર પેપર ગ્રીસ કરી પાન ફ્લેવરનું મિશ્રણ સેટ કરવું

  6. 6

    હવે ગુલકંદમાં બદામ પિસ્તાની કતરણ ટોપરું પાઉડર ઉમેરી મિક્સ કરી સેટ કરેલા ગ્રીનલેવર પર પાત્રો અને ત્યારબાદ અલગ રાખેલા વ્હાઇટ મિશ્રણનું લેયર કરી ઉપરથી પિસ્તાની કતરણ છાંટી હળવા હાથે સેટ કરી લેવું અને ત્રણથી ચાર કલાક રૂમ ટેમ્પરેચર પર ઠરવા દેવું.

  7. 7
  8. 8

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી કાજુ ગુલકંદ ડીલાઈટ જેને આપ દિવાળીના દિવસોમાં મહેમાનોને સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes