વેજ ચીઝ સેન્ડવીચ

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ
#SFC

વેજ ચીઝ સેન્ડવીચ

આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ
#SFC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ લોકો
  1. પેકેટ બા્ઉન સેન્ડવીચ બ્રેડ
  2. બાફેલા બટાકા
  3. બીટ
  4. ટામેટા
  5. કાકડી
  6. ૧ વાડકીગ્રીન ચટણી
  7. ૨૦૦ગા્મ બટર
  8. ૨૦૦ ગ્રામ ચીઝ
  9. થોડો સેન્ડવીચ મસાલો
  10. ૧/૪ કપકેચઅપ
  11. સાથે સર્વ કરવા માટે બટાકાની વેફર

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    બે્ડની બોડઁર કાપીને રેડી કરો. તીખી અને જાડી ગ્રીન ચટણી બનાવી લો.બીટની છાલ ઉતારીને તેને સ્લાઇસમાં કાપી લો. ડબલ બોઇલરમાં વરાળે બાફીલો. બાફેલા બટાકાની છાલ કાઢીને તેને સ્લાઇસમાં કાપી લો.કાકડી અને ટામેટાને પણ સ્લાઇસમાં કાપી લો.

  2. 2

    બે બે્ડની સ્લાઇસ લો. બન્ને ઉપર બટર લગાવો. એક બટર વાળી બ્રેડ ઉપર ચટણી લગાવો.તેના ઉપર કાકડીની સ્લાઇસ ગોઠવો. કાકડીની ઉપર ટામેટાની સ્લાઇસ પાથરો. તેની ઉપર બાફેલા બીટની સ્લાઇસ મુકો. તેની ઉપર બાફેલા બટાકાની સ્લાઇસ ગોઠવો. તેની ઉપર સેન્ડવીચ મસાલો છાંટો.સામેની બીજી બટરવાળી બ્રેડ આ શાકભાજી વાળી બ્રેડ ની ઉપર,બટર અંદરની સાઇડે રહે એ રીતે મુકો.

  3. 3

    હવે જે ડીશમા સેન્ડવીચ સર્વ કરવાની છે, તે ડીશમાં આ રેડી કરેલી સેન્ડવીચ બ્રેડ લઇ લો, કારણ કે હવે આપણે સેન્ડવીચને કટ કરવાની છે, તો કટ કયાઁ પછી એને સવીઁગ ડીશમાં મુકવાની નહી ફાવે. તેથી સવીઁગ ડીશમાં સેન્ડવીચ કટ કરો.તેના ઉપર કેચઅપ લગાવો. તેના ઉપર ચીઝ છીણો.બટાકાની વેફર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

Similar Recipes