રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વડા માટે:
  2. 2બાફી ને મેષ કરેલા બટેટા
  3. 1ચમચીતેલ
  4. રાય હિંગ
  5. 1/2વાટકીમીઠો લીમડા ના પાન
  6. આદુ મરચાં લસણ ની પેસ્ટ
  7. 1ડુંગળી
  8. મીઠું
  9. 1ચમચીલીંબુનો રસ
  10. 11/2 ચમચીખાંડ
  11. 3/4વાટકી ચણાનો લોટ
  12. પાણી
  13. પાવ
  14. લસણ ની ચટણી
  15. લિલી ચટણી
  16. ખજૂર આમલી ની ચટણી
  17. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક mixture જાર માં લીમડા ના પાન, આદુ મરચાં લસણ નીંપેસ્ટ અને ડુંગળી નાખી પેસ્ટ બનાવી લો. મરચા તીખાં લેવાં.

  2. 2

    હવે એક પાન માં તેલ મૂકી ગરમ થાય એટલે રાય અને હિંગ ઉમેરી આ પેસ્ટ ઉમેરી તેમાં મીઠું નાખી ઉકાળો. તેને ઠંડુ થવા દો.

  3. 3

    ઠંડુ થાય એટલે તેમાં બટેટા નો માવો ઉમેરી મિક્સ કરો. તેમાં લીંબુ અને ખાંડ ઉમેરી બધું મિક્સ કરી ગોળા વાળી લો.

  4. 4

    હવે એક bowl માં ચણા નો લોટ લઇ તેમાં મીઠું નાખો.. તેમાં જરૂર મુજબ પાણી નાખી બટેટા વડા જેવું ખીરું બનાવો.

  5. 5

    હવે તેલ ગરમ કરી વડાં ને લોટ ના ખીરા માં બોળી મીડીયમ તાપે તળી લો.

  6. 6

    એક વાટકા માં ત્રણે ચટણી મિક્સ કરો. હવે એક પાવ લાઇ તેને વચ્ચે થી કાપી આ ચટણી લગાવો.. તેમાં વડું મૂકી બન્ધ કરી... તવી પર બટર લગાવી બને બાજુ શેકી લો.

  7. 7

    ચટણી સાથે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpa Sandip
Kalpa Sandip @cook_17852057
પર
Veraval

ટિપ્પણીઓ

Similar Recipes