ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૩૦૦ ગ્રામ ભીંડા
  2. ૨ નંગબટાકા
  3. ૧+૧/૨ ટેબલસ્પૂન તેલ
  4. ૧/૨ ટીસ્પૂનઅજમો
  5. ચપટીહિંગ
  6. ૧ ટેબલસ્પૂનતલ
  7. ૧ ટેબલસ્પૂનશીંગદાણા
  8. ૨ ટેબલસ્પૂનચણાના લોટની સેવ
  9. ૧ ટેબલસ્પૂનલાલ મરચાનો પાઉડર
  10. ૧/૨ ટીસ્પૂનહળદર
  11. ૧ ટેબલસ્પૂનધાણાજીરુ
  12. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  13. ૧/૨ ટીસ્પૂનઆદુ લસણની પેસ્ટ
  14. ૧ ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  15. મીઠું આવશ્યકતા અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભીંડા ને ધોઈ અને કટ કરી લેવા. કટ કરતી વખતે છરી ઉપર લીંબુ લગાવી દેવું જેથી છરી ઉપર ચીકાશ નહી રહે.એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, હીંગ નાખી વઘાર કરો અને તેમાં બટાકા વઘારો.બટાકા એકસરખા સ્પ્રેડ કરો.૫ મિનિટ સુધી ધીમા તાપે ઢાંકીને મૂકી દો.હવે તેની ઉપર કટ કરેલ ભીંડા સ્પ્રેડ કરો.શાકને ખુલ્લું જ રાખો.ઢાંકવુ નહી.

  2. 2

    હવે તલ શેકી લો.શીંગદાણા શેકી ફોતરા કાઢી લેવા.હવે મીક્ષરમાં તલ, શીંગદાણા માં ચણાના લોટની સેવ પીસી લો.હવે એક બાઉલમાં કાઢી લો.તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણે તમામ લીલા તથા સૂકા મસાલા, ૧ ટેબલસ્પૂન તેલ નાખી મીકસ કરો.હવે ભીંડા ઉપર આ મસાલો સેપરેટ કરો.મીકસ કરો ધીમા તાપે કુક થવા દો.તૈયાર છે ભીંડા નું શાક!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes