હૈદ્રાબાદી બીરિયાની

Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_17987377

ભાતની આઈટમ માં મારી સૌથી વધારે ભાવતી એટલે આ બીરિયાની.. શરૂમાં ખૂબ કુતુહલ રહેતું કે રેસ્ટોરન્ટ વાળા આ કલરમાં કેવી રીતે બનાવતા હશે!! પણ જેમ જેમ રસોઈ બનાવવાનો શોખ વધતો ગયો એમ એમ આ હકીકત પણ સમજાવા લાગી મને કે કેવી રીતે બનાવાય. હમણાં સમયના અભાવે હું નિયમિત રૂપે કાઈ નવીન ન બનાવતો હોઇ, અગાઉ કુકપેડના ઇંગલિશ વર્ઝન માં પોસ્ટ કરેલી રેસિપી ફરી શેર કરું છું. આશા છે આપ સહુને ગમશે

હૈદ્રાબાદી બીરિયાની

1 કમેન્ટ કરેલ છે

ભાતની આઈટમ માં મારી સૌથી વધારે ભાવતી એટલે આ બીરિયાની.. શરૂમાં ખૂબ કુતુહલ રહેતું કે રેસ્ટોરન્ટ વાળા આ કલરમાં કેવી રીતે બનાવતા હશે!! પણ જેમ જેમ રસોઈ બનાવવાનો શોખ વધતો ગયો એમ એમ આ હકીકત પણ સમજાવા લાગી મને કે કેવી રીતે બનાવાય. હમણાં સમયના અભાવે હું નિયમિત રૂપે કાઈ નવીન ન બનાવતો હોઇ, અગાઉ કુકપેડના ઇંગલિશ વર્ઝન માં પોસ્ટ કરેલી રેસિપી ફરી શેર કરું છું. આશા છે આપ સહુને ગમશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામબાસમતી ચોખા
  2. 1/2 વાડકીબાફેલા વટાણા
  3. 3ડુંગળી
  4. 1/2 વાડકીઝીણું સમારેલું કેપ્સિકમ
  5. 3ટમેટા
  6. 1ઝૂડી પાલક ધોઈને સમારેલી, 3 4 મોટી ઈલાયચી, 3 લવિંગ, ,
  7. 5મરી
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 3 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  10. 4મોટી ઈલાયચી
  11. 2તજ ના ટુકડા
  12. 100 ગ્રામબાફેલી ફણસી, 3-3 ચમચી મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી ગરમ મસાલો, 6 7 કાજુ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તો ચોખાને ધોઈને અડધી કલાક પલાળી દેવા, ત્યારબાદ તેમાંથી છૂટો પડે એવો ભાત ઓસાવી દેવો ને પાણી નિતારીને કોરો થવા મુકવો. એક તપેલીમાં 2ગ્લાસ પાણી લઈને પાલકને ઉકાળી દેવી નરમ પડીને કલર બદલાઈ જાય ત્યાં સુધી. એક કપ જેટલુ પાણી રહેવા દઈને બાકીનું નિતારી દેવું અને બચેલી પાલક ની પેસ્ટ બનાવી દેવી

  2. 2

    પેનમાં બટર અને ઘી ગરમ કરવું, તેમાં જીરું સાંતળીને અંદર આખા ગરમ મસાલા એક પછી એક નાખી દેવા. સુગંધ આવવા માંડે એટલે 2 મોટી ઝીણી સમારેલી ડુંગળીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી દેવી, ત્યારબાદ કેપ્સિકમ નરમ પડવા સુધી સાંતળવું, આદુ લસણની પેસ્ટ નાખવી. ત્યાર બાદ અંદર 2 ટામેટા ઝીણા સમારીને ગ્રેવી થવા જેવા નરમ સાંતળી લેવા. હવે પાલકની પેસ્ટ નાખી, તેના ઉપર ગરમ મસાલો,કાજુના ટુકડા, મીઠું વગેરે નાખીને 10 મિનિટ ધીમા તાપે ચડવવું.

  3. 3

    હવે બાફેલા વટાણા, ગાજર અને ફણસીના ટુકડા નાખીને 5 મિનિટ સુધી ગ્રેવી ઢાંકી દેવી. બધા મસાલા, શાકભાજી ગ્રેવીમાં મિક્સ થઈ જાય ત્યારે બાદ રાંધેલો ભાત ઉમેરી ને દાણા તૂટે નહીં તેવી રીતે સાચવીને મિક્સ કરી દેવો. ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_17987377
પર

Similar Recipes