ઘટકો

6 વ્યક્તિ
  1. ઈડલી બનાવવા માટે
  2. 3 વાટકીખીચડિયા ચોખા
  3. 1 વાટકીઅડદ દાળ
  4. 1 ચપટીસૂકી મેથી
  5. 1/2 વાટકીદહીં
  6. 2 ચમચીમીઠા સોડા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. સંભાર બનાવવા માટે
  9. 1 વાટકીતુવેર દાળ
  10. 1/2દૂધી
  11. 2 નંગબાફેલા બટેટા
  12. 2 નંગસરગવા ની સિંગ
  13. 2ટમેટા
  14. 1/2લીંબુ
  15. 1આદુ નો ટુકડો
  16. 3લીલા મરચા
  17. 7-8લીમડા ના પાન
  18. 5-6વઘાર ના મરચા ના કટકા
  19. 2 ચમચીસંભાર મસાલો (હોમ મેડ)
  20. લીલા ધાણા
  21. મીઠું સ્વાદ મુજબ
  22. 1 ચમચીહળદર
  23. 2 ચમચીમરચું પાવડર
  24. 1/2 ચમચીગરમ મસાલો
  25. 1/2 ચમચીજીરું
  26. 1/2 ચમચીરાય
  27. 2પાવડા તેલ વઘાર માટે
  28. ચટણી બનાવવા માટે
  29. 1 નાની વાટકીદાળિયા ની દાળ
  30. 1 નાની વાટકીનારિયેળ નું ઝીણું ખમણ
  31. 2ટી. કપ દહીં
  32. મીઠું સ્વાદ મુજબ
  33. 5-6લીમડા ના પાન
  34. 5-6કટકા વઘાર ના મરચા
  35. 1/2 ચમચીરાય
  36. 2 ચમચીવઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે 3 વાટકી ચોખા, 1 વાટકી દાળ, તેમજ મેથી ને ધોઈ ને અલગ-અલગ વાસણ માં 7 થી 8 કલાક માટે પલાડીસુ.

  2. 2

    7 થી 8 કલાક પલળી ગયા બાદ તેને મિક્સચર માં ક્રશ કરી લયસુ.હવે આ ક્રશ કરેલ દાળ, ચોખા, મેથી એક જ વાસણ માં મિક્સ કરવાના છે.સાથે તેમાં દહીં ઉમેરી વ્યવસ્થિત હલાવી લયસુ.

  3. 3

    ત્યારબાદ આ મિશ્રણ ને 5 થી 6 કલાક તડકા માં મુકીશું.જેથી ગરમી ના કારણે સરસ આથો આવી શકે.

  4. 4

    હવે આથો આવી ગયા બાદ ઈડલી ના ખીરા ને તડકા માંથી લય લેસુ.

  5. 5

    ત્યારબાદ ઈડલી બનાવવા ના સમયે તેમાં મીઠું,મીઠા સોડા તેમજ થોડું નવશેકું ગરમ પાણી એડ કરી ખીરા ને બરાબર એક જ સાઈડ હલાવીસુ.

  6. 6

    ત્યારબાદ ઈડલી ના મશીન માં અથવા તો ઢોકરીયા માં ઈડલી બનાવવા માટે મુકીસુ.મારી પાસે બન્ને માંથી કય પણ અવેલેબલ ન હોવાથી મેં એક કડાઈ માં ચાણની પર વાટકી માં ખીરું ભરી ને ઇડલી પકવવા મૂકી છે.

  7. 7

    તે માટે એક કડાઈ માં થોડું પાણી ગરમ મૂકી પાણી ઉકળે ત્યારે તેના પર ચાણની મૂકી તેમાં ખીરાની વાટકી મુકીશું. અને તેને 5 થી 7 મિનિટ માટે ઢાંકી ને રાખીશું.

  8. 8

    સંભાર બનાવવા માટે દાળ, બટેટા,સિંગ,દૂધી ને બાફી લયસુ.

  9. 9

    હવે ટમેટા, મરચા સમારી લયસુ તેમજ આદુ ખમણી લયસુ.તેમજ વઘાર ની બીજી વસ્તુ તૈયાર કરી એક તપેલા માં તેલ ગરમ મૂકી વઘાર કરીશુ.ટમેટા ચડી જાય ત્યારબાદ દાળ તેમજ દૂધી, બટેટા,સિંગ ઉમેરી બધો મસાલો એડ કરીશુ.

  10. 10

    થોડો સંભાર ગરમ થઇ ગયા બાદ તેમાં સંભાર મસાલો તેમજ લીંબુ એડ કરી સંભાર ને ઉકળવા દયસુ.અહીં મેં ઘરે બનાવેલો સંભાર મસાલો યુઝ કરેલો છે.

  11. 11

    ત્યારબાદ ચટણી બનાવવા માટે દાળિયા ની દાળ તેમજ નારિયેળ ના ખમણ ને મિક્સચર માં ક્રશ કરી લયસુ.સાથે થોડું દહીં તેમજ મીઠું એડ કરીશુ.

  12. 12

    હવે એક વાસણ માં 2 ચમચી તેલ ગરમ મૂકી વઘાર કરીશુ.હવે વઘાર ને ચટણી માં એડ કરી બરાબર મિક્ષ કરી લયસુ.

  13. 13

    છેલ્લે સંભાર પર લીલા ધાણા ઉમેરિસુ.તો હવે સર્વ કરવા માટે રેડ્ડી છે આપણા ઈડલી સંભાર વિથ ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Helly Unadkat
Helly Unadkat @helly11
પર
Khambhaliya
❤️ I Love Cooking ❤️
વધુ વાંચો

Similar Recipes