શેર કરો

ઘટકો

  1. 1/2 કપઘઉંનો લોટ
  2. 1/2 કપચોખા નો લોટ
  3. 1/2 કપદહી
  4. 1/2 ચમચીબેકીંગ પાઉડર
  5. પાની જરુર મુજબ
  6. 2ચમચા ઘી તળવા માટે(તેલ પણ લય સકાય)
  7. ચાસણી બનાવવા:
  8. 1 કપખાંડ
  9. 1/2એલચી પાવડર
  10. 7-8કેસર ના તાંતણા
  11. 2-3ટીપા ફૂડ કલર
  12. 1/2 કપપાની

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં અને ચોખા ના લોટ મા દહી બેકિંગ પાઉડર મિક્સ કરી જરુર મુજબ પાની એડ કરી બેટર બનાવો.

  2. 2

    હવે ચાસણી બનાવવા 1 પેન મા ખાંડ અને પાની નાખી 1 તાર ની ચાસણી બનાવો.તેમા લીંબુ પણ એડ કરવુ.ચાસણી મા એલચી પાવડર અને કેસર એડ કરો.ચાસણી બની જાય એટલે તેમા ફૂડ કલર નાખી ગેસ બંધ કરી દો.

  3. 3

    ચાસણી ગરમ હૉઈ ત્યારે જ જલેબી ઉતરવાની.1 પોલીથીન મા જલેબી બેટર ભરવુ.કોન જેવુ બનાવી આગળ થી જોયતા પ્રમાણ મા કટ કરવુ.હવે 1 ફ્રાય પેન મા ઘી ગરમ થાય એટલે ધીમા તાપે જલેબી બનાવો.જલેબી થોડી બ્રાઉન કલર નિ થાય એટલે તેને તરત જ ચાસણી મા ડીપ કરવી.આવી રીતે બિજી જલેબી ફ્રાય થાય ત્યા સુધી ચાસણી મા રાખવી.હવે જે પહેલા ચાસણી મા ડીપ કરી હતી તેને કાઢી બિજી ડીપ કરવી.આવી રીતે બધી જલેબી બનાવવી.તો તૈયાર 6 બધાને ભાવે એવી ગરમા ગરમ જલેબી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
તમારી જલેબી ની રેસિપી જોઈ ને મેં પણ જલેબી બનાવી, મને તો ખૂબજ યમ્મી લાગી . આભાર.

Similar Recipes