ખજૂર- અંજીર ની પુરણપોળી (Khajur-Anjir Puranpoli Recipe In Gujarati)

Priyanka Gandhi
Priyanka Gandhi @piyanka23486
અમદાવાદ

#મોમ

હેલો ફ્રેન્ડ્સ, મોમ તો એક શબ્દ જ છે. પણ માતા માટે જેટલું કહીયે કે લખીએ એટલું ઓછું પડે. એક કહેવત છે ને કે "માં તે માં બીજા બધા વગડા ના વા" માં ની તોલે કોઈ ના આવી શકે સાચ્ચે... આમ તો સામાન્ય દિવસો માં આપણે ને રોજ રોજ કેહવા નથી જતા કે આપણે એને કેટલો પ્રેમ કરીયે છીએ અને એનું શું સ્થાન છે આપણા જીવન માં એટલે આપણે "મધર્સ ડે" ઉજવીયે છીએ અને આપણી માતા ને સ્પેશ્યલ ફિલ કરાવીએ છીએ. બાકી એક "માતા" તરીકે નો એનો પ્રેમ તો એટલો નિસ્વાર્થ હોય છે કે એની તોલે કોઈ ના આવી શકે. બાકી એના માટે તો ૩૬૫ દિવસ મધર્સ ડે પણ ઓછા પડે. એ "માં" તને શત શત નમન...👏

હવે આવી વાનગી ની વાત.. એમ તો મને મારી મોમ ની બનાવેલી બઉ બધી વાનગીઓ ભાવે છે પણ આજે હું મારી મોમ ની એકદમ સ્પેશ્યલ ખજૂર-અંજીર ની પુરણપોળી લઇ ને આવી છું... મને એના હાથ ની આ પુરણપોળી એટલી ભાવે છે કે હું આંગળીઓ ચાટતી રહી જાઉં છું 😃 અને જ્યારે પણ ઘરે જાઉં એ મારા માટે સ્પેશ્યલ બનાવે જ અને જ્યારે હું મારા ઘરે પાછી આવાની હોઉં ત્યારે સ્પેશ્યલ બનાવી ને ડબ્બા માં પણ ભરી જ આપે...

કુકપેડ અને કુકપેડ ટીમ નો ખૂબ ખૂબ આભાર કે જેમણે આપણ ને સૌ ને "માતા" વિશે કંઈક કહેવાનો અને માં ની ખાસ વાનગી અહીં બતાવા માટે નો અવસર આપ્યો...

ખજૂર- અંજીર ની પુરણપોળી (Khajur-Anjir Puranpoli Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ ખજૂર ની પેસ્ટ (થોડું દૂધ સાથે પીસવું)
  2. ૧/૨ કપ અંજીર ની પેસ્ટ (થોડું દૂધ સાથે પીસવું)
  3. ૧/૪ કપ સૂકું શેકેલુ કોપરા નું છીણ
  4. ૨-૩ ચમચી ઘી
  5. 1 મોટી ચમચીખાંડ (ના લો તો પણ ચાલે)
  6. 1 ચમચીસમારેલી બદામ
  7. 1 ચમચીસમારેલા પિસ્તા
  8. ૧/૨ ચમચી ઈલાયચી નો પાવડર
  9. ઘી તળવા માટે (તમારે ના કરવું હોય તો પણ ચાલે)
  10. ૧/૨ કપ ઘઉં નો લોટ
  11. ૨-૩ ચમચી ઘી મોંણ માટે
  12. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ લાઇ તેમાં લોટ બાંધી લો. અને થોડી વાર માટે બાજુ પર મૂકી દો.

  2. 2

    હવે એક નોન સ્ટિક પેન લઈ તેમાં ઘી ગરમ કરો અને તેમાં ખજૂર અને અંજીર ની પેસ્ટ નાખી થોડી વાર સાંતળો.

  3. 3

    હવે તેમાં કોપર નું છીન નાખી બરાબર મિક્ષ કરી લો. જરૂર લાગે તો દળેલી ખાંડ નાખવી.

  4. 4

    બધું બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં બદામ,પિસ્તા,ઈલાયચી પાવડર મિક્સ કરી લો.

  5. 5

    થોડું ઠંડુ થાય એટલે તેના ગોળા વાળી લો. હવે લોટ નો લુઓ લઈ તેને નાનો વણી લો અને વચ્ચે ખજૂર અંજીર વાળા પૂરણ નો ગોળો મૂકી એને બધી બાજુ થી બંધ કરી ફરી થી વણી લો અને લોઢી પર શેકી લો. આને તમે ઘી માં તળી પણ શકો છો.

  6. 6

    હવે તેને સર્વિંગ પ્લેટ માં લઇ ઘી સાથે સર્વ કરો. (અહીં મારી પાસે આપણે જ સાદું પુરણ બનાવીએ છીએ એ હતું એટલે એના થી થોડું ગાર્નિશ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Gandhi
Priyanka Gandhi @piyanka23486
પર
અમદાવાદ
Home Baker and Cooking Expert in Rasoi Show,Colors Gujarati
વધુ વાંચો

Similar Recipes