પનીયારમ(Paniyaram Recipe in Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#ભાત
પનિયારમ એ દક્ષિણ ભારતની વાનગી છે, જે દેશ ના અન્ય ભાગ માં પણ એટલી જ પ્રસિદ્ધ છે. ચોખા અને દાળ ના મિશ્રણ થી બનતી આ વાનગી બનાવવા માં સરળ અને સ્વાદ માં ઉત્તમ લાગે છે. ચાહે તો નાસ્તા માં બનાવો, બાળકો ને ટિફિન માં આપો, આ વાનગી સરસ પડે છે.

પનીયારમ(Paniyaram Recipe in Gujarati)

#ભાત
પનિયારમ એ દક્ષિણ ભારતની વાનગી છે, જે દેશ ના અન્ય ભાગ માં પણ એટલી જ પ્રસિદ્ધ છે. ચોખા અને દાળ ના મિશ્રણ થી બનતી આ વાનગી બનાવવા માં સરળ અને સ્વાદ માં ઉત્તમ લાગે છે. ચાહે તો નાસ્તા માં બનાવો, બાળકો ને ટિફિન માં આપો, આ વાનગી સરસ પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2 કપચોખા
  2. 1 કપઅડદ ની દાળ
  3. 2લીલા મરચાં
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1ડુંગળી
  6. 2 ચમચીકોથમીર
  7. 1 ચમચીમેથી દાણા
  8. થોડું તેલ પનિયરમ શેકવા માટે
  9. સાથે પીરસવા કોથમીર અને નારિયેળની ચટણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દાળ અને ચોખાને પાણીમાં છથી આઠ કલાક અલગ અલગ પલાળી રાખો. ચોખાની સાથે મેથીના દાણા પણ ઉમેરી દેવા.

  2. 2

    વધારાનું પાણી કાઢી લઈ તેને મિક્સર ની મદદથી વાટીને ખીરું બનાવી લો. આ ખીરાને ઢાંકીને ફરી છથી આઠ કલાક માટે આથો લાવવા મૂકી દો.

  3. 3

    મિશ્રણ તૈયાર થઇ જાય એટલે તેમાં બારીક સમારેલા લીલા મરચા કોથમીર ઝીણી સમારેલી ડુંગળી સ્વાદાનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    પનીયારમ પાત્રમાં હલકુ તેલ લગાવી ખીરું ભરી તેને ચારે તરફ શેકાઈ જાય તે રીતે મીડીયમ આંચ પર શેકી લો.

  5. 5

    તૈયાર કરેલ પનીયારમ ને નાળિયેર અને કોથમીરની ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes