સમોસા ચાટ (Samosa chat recipe in Gujarati)

Bhuma Saparia
Bhuma Saparia @cook_18481528
શેર કરો

ઘટકો

  1. સ્ટફીંગ બનાવવા માટે સામગ્રી
  2. 6-7 નંગબાફેલા બટાકા
  3. 1 કપબાફેલા લીલા વટાણા
  4. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  6. 1થી ડોઢ ચમચી લાલ મરચું પાઉડર
  7. 1 ચમચીઆમચુર પાઉડર
  8. 2 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીગરમ મસાલો
  10. નમક સ્વાદ પ્રમાણે
  11. 2 ચમચીસમારેલી કોથમીર
  12. હવે સમોસા ના પડ માટે સામગ્રી
  13. 500 ગ્રામમેંદો
  14. 4 ચમચીતેલ મોણ માટે
  15. નમક સ્વાદ પ્રમાણે
  16. પાણી જરૂર મુજબ
  17. ચાટ બનાવવા માટે સામગ્રી
  18. લીલી ચટણી જરૂર મુજબ
  19. લસણ ની ચટણી જરૂર મુજબ
  20. ખજૂર આંબલી ની ચટણી જરૂર મુજબ
  21. 1 કપઝીણી સેવ
  22. અડધો કપ તળેલા માંડવી ના બી
  23. અડધો કપ કોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સમોસા ના પડ માટે

  2. 2

    પહેલા એક મોટા બાઉલમાં મેંદો લો અને તેમા નમક અને તેલ ઊમેરો અને મિક્સ કરી લો.

  3. 3

    હવે જરૂર મુજબ પાણી ઊમેરો અને રોટલી થી થોડો ટાઈટ લોટ બાંધી લો. અને એક બાજુ ઢાંકી ને રાખી દો

  4. 4

    હવે સ્ટફીંગ બનાવવા માટે

  5. 5

    એક મોટા બાઉલમાં બટાકા ને ઝીણા સમારી ને લો.

  6. 6

    હવે તેમાં બાફેલા વટાણા ઊમેરો

  7. 7

    હવે તેમાં લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર, ધાણાજીરૂ, નમક, ગરમ મસાલો, આદુ અને મરચાં ની પેસ્ટ, અને કોથમીર ઊમેરો અને મિક્સ કરી લો. તો સ્ટફીંગ તૈયાર છે

  8. 8

    હવે લોટ ને સરખો મસળી લો અને લૂઆ કરી લો.

  9. 9

    હવે લુઆ ને વણીને 2 ભાગ કરી લો અને બન્ને મા બટાકા નુ સ્ટફીંગ ભરી સમોસા વાળી લો.

  10. 10

    આ રીતે બધા સમોસા થઈ જાય એટલે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં સમોસા બદામી રંગ ના થાય ત્યાં સુધી તળી લો. અને એક ડીસ મા લઈ લો. ગેસ મીડયમ જ રાખવો

  11. 11

    ચાટ બનાવવા માટે

  12. 12

    એક ડીસ મા સમોસા લો અને વચ્ચે થોડુ ચમચી થી ખાડા જેવુ કરી લો

  13. 13

    હવે તેમાં ઊપર ખજૂર આંબલી ની ચટણી, લીલી ચટણી, લસણની ચટણી ઊમેરો અને ઝીણી સેવ અને માંડવી ના બી ઊમેરો અને ઊપર કોથમીર ઝીણી સમારેલી ઊમેરો.

  14. 14

    તો તૈયાર છે સમોસા ચાટ. ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhuma Saparia
Bhuma Saparia @cook_18481528
પર

Similar Recipes