રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
૪ સર્વિસ
  1. બાઉલ ચણાનો લોટ
  2. 1બાઉલ ખાંડ
  3. બાઉલ ઘી
  4. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  5. ધ્રાબો દેવા માટે ૩ ચમચી ઘી અને બે ચમચી મલાઈ
  6. ગાર્નીશ માટે પીસ્તા અને બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટને ચાળી લો.

  2. 2

    હવે તેમાં ઓગાળેલું ઘી અને મલાઈનો મોણ નાખી ધ્રાબો દો.(જેથી કરીને ચણાના લોટમાં કણી પડશે અને લોટ કરકરો થઈ જશે.) 20 મિનિટ ઢાંકીને રહેવા દો.

  3. 3

    હવે લોટને પાછો થોડી મોટા કાણાવાળી ચારણીથી ચાળી લો તેથી નાની મોટી કણી એક સરખી થઈ જાય.

  4. 4

    એક પેનમાં ઘી ગરમ થાય એટલે લોટ શેકી લો લોટ નો કલર ચેન્જ થાય થોડો બ્રાઉન કલર થાય એટલે શેકાઈ જશે. ઢાંકીને રહેવા દો.

  5. 5

    હવે બીજી પેનમાં ચાસણી બનાવવા માટે જેટલી ખાંડ હોય તેનાથી 1/2 પાણી એડ કરી અને બે તારની ચાસણી બનાવો.(ખાંડનું પ્રમાણ ટેસ્ટ પ્રમાણે વધારી ઘટાડી શકાય.)

  6. 6

    ચાસણી થઈ તે જોવા માટે બે ટીપા ચાસણી ના ડિશ માં નાખી અને આંગળી અને અંગૂઠાની મદદથી ચાસણી ચેક કરો.જો ચાસણી તૈયાર હોય તો સેકેલા લોટમાં ફટાફટ એડ કરી મિક્સ કરો. અને ઘી થી ગ્રીસ કરેલી ડિશમાં પાથરી દો. પીસ્તા અને બદામની કતરણ પણ ગાર્નિશ કરી દો.

  7. 7

    હવે તેને મનગમતો આકાર આપી ઠરે એટલે એક ડબ્બામાં ભરી આઠ થી દસ દિવસ માટે સ્ટોર કરી શકાય. તૈયાર છે મોહનથાળ..

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes