નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

ફરસાણ વગરના જમણવારની કલ્પના જ ના કરી શકાય. આપણા ગુજરાતમાં ઘણા બધા ફરસાણો છે. એમાં એક છે “ખમણ”. બે પ્રકારના ખમણ વધુ પ્રચલિત છે. એક છે “નાયલોન ખમણ”, અને બીજા “વાટીદાળના ખમણ”.
હું અહીં નાયલોન ખમણની રેસીપી આપી રહ્યો છું. જો અહીં આપેલ માપ અને પધ્ધતિ મુજબ તમે બનાવશો તો ખુબ ઝડપથી અને એકદમ બહાર જેવા પર્ફેકટ જાળીવાળા બનાવી શકશો. અને પછી ક્યારેય બહારના નહી ખાવ એની ગેરંટી☺️☺️😊

નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)

ફરસાણ વગરના જમણવારની કલ્પના જ ના કરી શકાય. આપણા ગુજરાતમાં ઘણા બધા ફરસાણો છે. એમાં એક છે “ખમણ”. બે પ્રકારના ખમણ વધુ પ્રચલિત છે. એક છે “નાયલોન ખમણ”, અને બીજા “વાટીદાળના ખમણ”.
હું અહીં નાયલોન ખમણની રેસીપી આપી રહ્યો છું. જો અહીં આપેલ માપ અને પધ્ધતિ મુજબ તમે બનાવશો તો ખુબ ઝડપથી અને એકદમ બહાર જેવા પર્ફેકટ જાળીવાળા બનાવી શકશો. અને પછી ક્યારેય બહારના નહી ખાવ એની ગેરંટી☺️☺️😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિને ડીનરમાં થાય
  1. ૩ કપચણાનો ઝીણો લોટ
  2. ૨. ૩/૪ (પોણા ત્રણ) કપ પાણી
  3. ટે. સ્પૂન તેલ
  4. ટે. સ્પૂન ખાંડ
  5. ૧/૮ ટી સ્પૂન હળદર
  6. ૩ ટી સ્પૂનલીંબુના ફુલ
  7. મીઠું (સ્વાદ મુજબ)
  8. ૨ ટી સ્પૂનખાવાનો સોડા
  9. ૧/૪ ટી સ્પૂનહીંગ (ઈચ્છા હોય તો)
  10. :વઘાર માટે :-
  11. ટે. સ્પૂન તેલ
  12. ટે. સ્પૂન રાઈ
  13. ૧ ચપટીહીંગ
  14. લીલા મરચા (લાંબા કાપેલા)
  15. ૧૫ પાંદડા મીઠો લીમડો
  16. ૩ કપપાણી
  17. ટે. સ્પૂન ખાંડ
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મીક્ષરમાં ૧ કપ પાણી લઈ, તેમાં તેલ, ખાંડ, હળદર, મીઠું અને લીંબુના ફુલ નાંખી, બધુ મીક્ષ કરી લેવું. પછી તેને એક મોટી તાવડીમાં કાઢી બાકીનું પાણી ઉમેરી હલાવી લેવું. ત્યારબાદ તેમાં ધીરે ધીરે ચાળેલો ચણાનો લોટ ઉમેરતા જવું અને હલાવતા જવું.

  2. 2

    ખીરૂ સરળતાથી રેડી શકાય તેવું (વધારે પાતળું કે વધુ ઘટ્ટ નહિ) હોવું જોઈએ. હવે ગેસ ચાલુ કરી, મોટા તપેલામાં સ્ટીલનું સ્ટેન્ડ મુકી, પાણી રેડી ગરમ કરવા મુકવું. તેમાં ગ્રીસ કરેલ કેકટીન કે થાળી મુકી તપેલાને ઢાંકી ૧૦ મીનીટ પ્રી-હીટ થવા દેવું.

  3. 3

    ત્યારબાદ તૈયાર કરેલ ખીરામાં સોડા લઈ, તેના પર ૧ ચમચી પાણી નાંખી એકતરફ ૧ મીનીટ હલાવવું. (ખીરૂ એકદમ ફ્લપી થશે અને રંગ થોડો આછો થશે) પછી તરત જ તેને પ્રી-હીટ તપેલામાં મુકેલ કેકટીન/થાળીમાં પાથરી તપેલાને ઢાંકી ૨૦-૨૫ મીનીટ થવા દેવું.
    (નોંધ :- આ માપ બે કેકટીન/થાળીનું છે. તેથી જો તમે એક એક થાળી મુકવાના હો તો ખીરું અડધું અડધું કરી સોડા પણ અડધો અડધો નાંખી ખીરૂ તૈયાર કરવું.)

  4. 4

    ૨૦ મીનીટ પછી ચપ્પાથી ચેક કરવું. ચપ્પુ ચોખ્ખું નીકળે એટલે ગેસ બંધ કરી દેવો. ઠંડું થાય એટલે ચપ્પાથી ખમણ કાપી લેવા.

  5. 5

    હવે ગેસ પર મોટી તાવડીમાં તેલ મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હીંગ, લીલા મરચા, મીઠો લીમડો ઉમેરી - મીનીટ હલાવવું. પછી તેમાં પાણી અને ખાંડ ઉમેરી એક-બે ઊભરા આવવા દેવા. પછી ગેસ બંધ કરી એકાદ મીનીટ થોડું ઠંડું થવા દેવું. અને પછી મોટા ચમચાની મદદથી તેને કાપેલા ખમણ પર પાથરવું. છેલ્લે તેના પર કોથમીર ભભરાવવી.

  6. 6

    આપણા સોફ્ટ સોફ્ટ, યમ્મી નાયલોન ખમણ તૈયાર છે.😋😋😋😋👌👌👌👌🥰🥰🥰

  7. 7

    ટીપ્સ :- (૧) સામગ્રી માપ મુજબ જ લો. (૨) સામગ્રી બરાબર મીક્ષ કરો. (૩) તપેલા પર મુકેલા ઢાંકણા પરથી વરાળના ટીપા બનતા ખમણ પર ના પડે તેનું ધ્યાન રાખો. (૪) ખમણ ઠંડા થાય પછી જ કાપા પાડો. (૫) ખમણ પર વધાર નાંખ્યા પછી ૧૫ થી ૩૦ મીનીટ પછી ઉપયોગમાં લો. મારો અનુભવ છે કે એલ્યુમીનીયમની થાળી અથવા કેકટીનમાં ખીરું પાથરીને બનાવીએ તો ઝડપથી અને વધુ જાળીદાર બંને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

ટિપ્પણીઓ (4)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Wahhhh ....Mast Tempting...&...your tips is very important Amitbhai...I will try this recipe....👌👌😍😍🤩🤩

Similar Recipes