ઘટકો

  1. ૧વાટકો અડદ ની દાળ
  2. ૧/૨વાટકી ચોખા નો લોટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ચપટીહિંગ
  5. ૬-૭લીમડા ના પાન
  6. ૧ચમચી જીરું
  7. ૨-૩લીલા મરચા ઝીણા સમારેલા
  8. ૨નગ ડુંગળી ઝીણી સમારેલી
  9. મરી પાઉડર સ્વાદ મુજબ
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તો અડદ ની દાળ ને આખી રાત સુધી પલાળી રાખો. દાળ પલળી જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લો ને પછી તેમા ચોખાનો લોટ નાખી ને ઘટ ખીરું તૈયાર કરો. ત્યારબાદ ખીરા ને ૨-૩કલાક ઢાંકી ને રેવા દો.

  2. 2

    પછી જ્યારે વડા બનાવવા હોય ત્યારે ખીરું ને હાથ એ થી એક જ દિશામાં ફેટો. પછી તેમાં ઝીણું સમારેલું લીલુ મરચા, ઝીણી સમારેલી ડુંગળી, સ્વાદમુજબ મીઠુ, મરી પાઉડર, જીરું, લીમડાના પાન ને નાના કાપી ને નાખો. ને હીગ ઉમેરો.

  3. 3

    બધું ઉમેરી દીધા પછી બધુ બરાબર મિક્સ કરી લો. ને પાણી વારો હાથ કરી ને વડા ને સેપ આપી ને અગુઠા ની મદદ વડે વચ્ચે કાણુ પાડી ગરમ તેલ મા ધીમા તાપે ગોલ્ડન થાય ત્યા સુધી તળી લો.

  4. 4

    તો ત્યાર છે ગરમા ગરમ મેદુ વડા તેને ગરમા ગરમ સંભાર ને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Dipali Kotak
Dipali Kotak @cook_23922517
પર

Similar Recipes