ખાટીયા ઢોકળાં (khatiya dhokla recipe in Gujarati)

Gaurav Patel
Gaurav Patel @cook_24885798
Junagadh

ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે.

ખાટીયા ઢોકળાં (khatiya dhokla recipe in Gujarati)

ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ટોટલ ૮/૯ કલાક (
૪ માણસો
  1. 2-4વ્યક્તિ માટે ખાટા ઢોકળા માટે બનાવવા માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશેઃ
  2. અડધો કપ ચણા દાળ
  3. 1કપ ચોખા
  4. 2ચમચી આદુ-લસણની પેસ્ટ
  5. અડધો કપ ખાટ્ટુ દહીં
  6. 1/4 ચમચી બેકિંગ સોડા
  7. 1/4 ચમચી હળદર
  8. 1ચમચી તેલ
  9. અડધો કપ પાણી
  10. સ્વાદાનુસાર નમક
  11. વઘાર માટે બે ચમચી તેલ
  12. 1/2ચમચી રાઈ
  13. 1/2ચમચી જીરુ
  14. 1/2ચમચી તલ
  15. 4-5મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

ટોટલ ૮/૯ કલાક (
  1. 1

    ચણાની દાળ તથા ચોખાને એક રાત પહેલા 8 કલાક પાણીમાં પલાળીને રાખો. સવારે તેને પાણીમાંથી નીતારી અડધો કપ પાણી તથા દહીં સાથે મિક્સરમાં ક્રશ કરી નાંખો. આ ખીરુ ન તો બહુ ગાઢ થવુ જોઈએ ન તો પતલું.

  2. 2

    આ ખીરાને એક મોટા વાડકામાં કાઢી તેમાં નમક અને હળદર પાઉડર નાંખી વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને આથો આવે ત્યાં સુધી હૂંફાળી જગ્યાએ 6-8 કલાક માટે રહેવા દો.

  3. 3

    એક થાળીની સપાટી પર તેલ લગાવી ચીકણી કરી લો. ઢોકળા બનાવવા માટે ઢોકળાના કૂકરમાં 2-3 ગ્લાસ પાણી નાંખીને તેને ગરમ થવા દો. ઢોકળાના ખીરામાં 1 મોટી ચમચી તેલ નાંખો અને હવે આદુ-મરચાની પેસ્ટ નાંખી બરાબર હલાવી લો. ત્યાર પછી તેમાં ઈનો ફ્રૂટ સોલ્ટ કે બેકિંગ સોડા ઉમેરી ખીરુ બરાબર હલાવી લો. થાળીમાં ખીરુ પાથર્યા પછી જીરુ પાઉડર અને લાલ મરચાનો પાઉડર છાંટી તેને બફાવા દો.

  4. 4

    10-15 મિનિટ પછી ચાકુની અણી નાંખીને ઢોકળા ચડી ગયા છે કે નહિ તે ચેક કરો. જો તે ચાકુને ચોંટે તો મતલબ હજુ તે બરાબર ચડ્યા નથી અને તેને થોડી વધારે વાર કૂકરમાં બફાવા દો. ઢોકળા બફાઈ જાય અને થાળી સહેજ ઠરે એટલે તેને શક્કરપારા જેવા શેપમાં કાપી લો. વઘારિયામાં બે ચમચી તેલ, રાઈ,જીરુ નાંખી વઘાર તતડવા દો. રાઈ-જીરુ તતડે પછી મીઠો લીમડો નાંખો. આ વઘાર હવે ઢોકળાની ડિશ પર પાથરી દો. તમારા ખાટા ઢોકળા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gaurav Patel
Gaurav Patel @cook_24885798
પર
Junagadh
pizza 🍕. gulabajambu.
વધુ વાંચો

Similar Recipes