મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#DIWALI2021
દિવાળીના સાત દિવસો એટલે મોટા દિવસ, જેની શરૂઆત એકાદશથી થાય, અમારે ત્યાં ધનતેરસથી ભાઈબીજ સુધી દરરોજ મિઠાઈ બનાવવામાં આવે. ધનતેરસના મીઠી સેવ, કાળીચૌદશના નૈવેદ્યમા ચોખાની લાપસી સાથે ચણાની દાળ, દિવાળીના મગસના લાડુ અને ભજીયા, બેસતા વર્ષના મગ અને ખીર તથા ભાઈબીજના ભાઈને ભાવતી મિઠાઈ. આજે મીઠી સેવની રેસીપી શેર કરુ છું. આશા છે તમને પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ
  1. 1 કપવર્મીસેલી
  2. 3/4 કપખાંડ
  3. 2.5-3 કપપાણી
  4. ઘી 1-1.5 ટે.સ્પૂન

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ સેવ અને ખાંડનું માપ કરી લેવું. ઢથા પાણી ગરમ કરી લેવું. 1 કપ સેવ હોય તો 3/4 કપ ખાંડ અને 2.5 કપ પાણી લેવું. આ માપથી સેવ લચકા પડતી થશે. જો છુટ્ટી સેવ બનાવવી હોય તો પાણી નું પ્રમાણ ઓછું લઈ શકાય.

  3. 3

    હવે એક જાડા તળીયા વાળી કડાઈમાં 1 ટે.સ્પૂન ઘી ગરમ કરવું. તેમાં સેવને બ્રાઉન શેકી લેવી.

  4. 4

    સેવ બ્રાઉન થાય એટલે ગેસ ની ફલૅમ બંધ કરી1 મિનિટ સુધી હલાવવું. હવે ગરમ પાણી એડ કરવું. ગેસ ઓન કરવું. પાણી બળી જાય ત્યાં સુધી ચઢવા દેવું. પછી તેમાં ખાંડ એડ કરવી.
    નોંધ: ગેસ બંધ કરીને પાણી એડ કરવાથી પાણી ઉડશે નહીં.

  5. 5

    ખાંડનું પાણી બળી જાય અને સેવ તેમાં જ કૂક થઈ જાય ત્યાં સુધી કૂક કરવું. આ દરમિયાન જરૂર પડે તો ઉપરથી ઘી ઉમેરી શકાય.

  6. 6

    તો તૈયાર છે મીઠી સેવ આ સેવને ગરમ ગરમ સર્વ કરવી. તુવેરની દાળ સાથે પણ ખુબ જ સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes