રીંગણા બટાકા નું શાક (Rigan Batata nu shak recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minutes
2 લોકો
  1. 2 નંગમીડીયમ સાઈઝ ના બટાકા
  2. 3 નંગમીડીયમ સાઈઝ ના રીંગણા
  3. 1 નંગમીડીયમ સાઈઝ ટામેટા
  4. 3 ચમચીતેલ વઘાર માટે
  5. 1/2 ચમચીનાની રાઇ વઘાર માટે
  6. ચપટીહીંગ વઘાર માટે
  7. 1/4 ચમચીમેથી વઘાર માટે
  8. 1 ચમચીનાની હડદર
  9. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  10. 2-3 ચમચીલાલ મરચું પાઉડર તીખાશ મુજબ
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  13. પાણી જરૂર મુજબ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. ગોળ
  16. 2 નંગસૂકાં લાલ મરચાં વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌ પ્રથમ રીંગણા બટાકા ને ધોઈ ને સમારી લો.

  2. 2

    ત્યાર બાદ એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઇ, મેથી, હીંગ અને સૂકા લાલ મરચાં ઊમેરી વઘાર કરો. પછી તેમાં સમારેલા રીંગણા બટાકા ઊમેરી હલાવી જરૂર મુજબ પાણી ઊમેરી હલાવી ઠાંકણ ઠાંકી ચઢવા દો.

  3. 3

    આશરે 10 થી 15 મીનીટ સુધી ચઢવા દીધાં બાદ તમે જોશો તો રીંગણા બટાકા ચઢી ગયા હશે. પછી તેમાં સમારેલા ટામેટા, હડદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, આદુ લસણ ની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, ગોળ ઊમેરી હલાવી દો.

  4. 4

    જરૂર લાગે તો ફરી તેમાં થોડું પાણી ઊમેરી હલાવી દો થોડી વાર ચઢવા દો.

  5. 5

    ગ્રેવી થોડી જાડી થાય એટલે ગેસ ની ફલેમ બંધ કરી સવિઁગ બાઉલ માં કાઢી સવઁ કરો. આ શાક તમે ખીચડી, રોટલી, ભાખરી, પરોઠા સાથે ખાઈ શકાય છે.

  6. 6

    આ શાક ને તમે કુકર માં પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર
Vadodara
cooking is an art
વધુ વાંચો

Similar Recipes