પાઉંભાજી (Pau Bhaji Recipe In Gujarati)

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
Junagadh

બધાને પસંદ આવે એવી આ વાનગી છે અને મારી રીત એક દમ સરળ અને બિલકુલ હોટેલ જેવા સ્વાદ વાળી થાય છે માટે એક વાર જરૂર જોજો મારી રીત અને ઘરે બનાવજો પણ હું બધા શાકભાજી ઓછી વાપરું અને તો પણ ખૂબ સરસ થાય છે

પાઉંભાજી (Pau Bhaji Recipe In Gujarati)

બધાને પસંદ આવે એવી આ વાનગી છે અને મારી રીત એક દમ સરળ અને બિલકુલ હોટેલ જેવા સ્વાદ વાળી થાય છે માટે એક વાર જરૂર જોજો મારી રીત અને ઘરે બનાવજો પણ હું બધા શાકભાજી ઓછી વાપરું અને તો પણ ખૂબ સરસ થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr
5 સર્વિંગ્સ
  1. 1 નંગ મોટાબટેટા
  2. 1/2 નંગ દૂધી
  3. 2-3 નંગ રીંગણા
  4. 1 નંગ ફ્લાવર
  5. 3-4 નંગડુંગળી
  6. 3 નંગ ટામેટા
  7. 350 ગ્રામવટાણા
  8. 2 ટે સ્પૂનપાઉંભાજી મસાલો
  9. 1 ચમચીકસૂરી મેથી
  10. 2 ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  11. સ્વાદાનુસાર મીઠું
  12. ચપટીખાંડ
  13. ચપટીહળદર
  14. 1 ચમચી મલાઈ અથવા બટર
  15. 1 નંગ તજ
  16. 1 નંગ લવિંગ
  17. 1 નંગ બાદીયા
  18. 3 ચમચાતેલ

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી ને સમારી અને બાફી લો એમાં ટામેટાં અને ડુંગળી સિવાય બધા શાકભાજી ને બાફી લો બફાઈ જાય પછી એ પાણી રાખવાનું

  2. 2

    આદુ-લસણ-મરચાંની તજ લવિંગ બાદિયા ને બધાને પીસી લો અન્ય એક કડાઈમાં તેલ લઇથોડું ગરમ થાય એટલે આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખો પછી ડુંગળીનાં ટૂકડા કરીને નાંખો થોડી સાતળાઇ જાય પછી ટમેટાના ટુકડા કરી નાખો પછી સારી રીતે સાતડો તેલ છૂટું પડે ત્યાં સુધી

  3. 3

    પછી તેમાં નમક લાલ મરચું પાઉડર ખાંડ બધું નાખી દો સ્વાદ અનુસારજે તેમને એકદમ સાંભળો અને બધા શાકભાજી બાફેલા છે તે નાખો એમાંથી થોડું પાણી પણ નાખવાનું બાફેલું પાણી કાઢવાનું નહીં પછી સારી રીતે ચઢવા દેવો વચ્ચે હલાવતા રહેવું પાવભાજી મસાલો નાખો

  4. 4

    જે થોડું તેલ છૂટું પડે એટલે તેમાં કસુરી મેથી મલાઈ અથવા માખણ નાખો અને લાલ કલર લાવવા માટે પાછું એક ચમચી જેટલું તેલ ગરમ કરી અને પાવભાજી ની ઉપર કાશ્મીરી લાલ મરચું નાખો અને તેલ ગરમ થાય એટલે એની ઉપર વઘાર રેડી દો. તૈયાર છે પાવભાજી તેમને પાઉં બ્રેડ સાથે ખાઈ શકો સાથે ટામેટાં અને ડુંગળીની સાથે ખાઈ શકો છો પણ હોય તો એને લોહી ઉપર થોડું તેલ મૂકી અને શેકી લેવાના અથવા બે ટુકડા કરી એની અંદર ભાજીનો રસ નાખીને શેકો તૈયાર છે પાવભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
પર
Junagadh
cooking is my passion 😋
વધુ વાંચો

Similar Recipes