લસનીયા બટેટા(lasniya batata recipe in gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559

#ટ્રેડિંગ
#ટ્રેંડિગકાઠિયાવાડી લસણીયા બટેટા
#ધોરાજી ના ભૂંગળાં બટેટા
#ટ્રેન્ડિંગવાનગી

દરેક રાજ્ય ની અલગ અલગ સ્પેશિયલ વાનગીઓ હોઈ છે એવી રીતે ગુજરાતીઓ તો બોવજ ખાવાં ના અને ખવરાવા ના શોખીન હોઈ છે એમા પણ કાઠિયાવાડ ની તો વાત જ શું કરવી અને કાઠિયાવાડી વાનગી મા લસણીયા બટેટા તો બોવજ પ્રખ્યાત છે લસણીયા બટેટા રોટલા રોટલી અને ખિચડી સાથે સરસ લાગછે ખાસ કરીને ભૂંગળા બટેટા તો ખુબજ પ્રખ્યાત છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મીનીટ
૩થી ૪લોકો
  1. ૫૦૦ ગ્રામ નાના બટેટા
  2. ૧૦ કળિ લસણની
  3. ૩ ચમચીલાલ મરચું અથવા જેવું તીખું કરવું હોઈ એટલું
  4. ૧ચમચી ધણાજીરૂ
  5. ૧/૨ચમચી હળદર
  6. ૧ચમચી ગરમ મસાલો
  7. ૧ચમચી ચાટ મસાલો
  8. ૧ચમચી બેસન
  9. 1 ચમચીજીરું
  10. 1/2હિંગ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 2 ચમચીતેલ
  13. પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા ને કુકર માં નહિ તપેલી મા ખુલા બાફી ને તેની છાલ કાઢી લેવી

  2. 2

    લસણની કળી ને મિક્સર અથવા કટર થી પીસી પેસ્ટ બનાવી તેમા મરચું,ધાનજીરું

  3. 3

    મીઠું,બેસન,હળદર

  4. 4

    ગરમ મસાલો ચાટ મસલો એ બધુ મીક્સ કરી પેસ્ટ બનાવી તેમા ૧/૨કપ પાણી નાખી મીક્સ કરવું

  5. 5

    હવે કડાઈ મા ૨ચમચી તેલ નાખવું તેલ ગરમ થયા પછી હીંગ અને જીરુ નાખી

  6. 6

    પછી તૈયાર કરેલી પેસ્ટ તેમા એડ કરવી અને બાફેલા બટાકા એડ કરવા

  7. 7

    જ્યાં સુધી પાણી બળી ને મસાલો એકરસ ન થાય ત્યાંસુધી

  8. 8

    બરાબર ચમચા થી મિક્સ કરવું

  9. 9

    આ કાઠિયાવાડી લસણીયા બટેટા ભૂંગળા સાથે ખુબજ ટેસ્ટી લાગછે અને સર્વ કરવાં ટાઈમે ઉપર થી આંબલી ની ચટણી નાખવા થી વધારે ટેસ્ટિ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes