મસાલા સામો (Masala Samo Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#ff1
#cookpadindia
#cookpadgujarati
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. સાબુદાણા, સામો, શિંગદાણા અને રાજગરીના લોટનો ઉપયોગ કરી ને ઘણી ફરાળી વાનગીઓ બનાવી શકાય છે. પરંતુ વધારે તળેલી વસ્તુઓ આરોગ્યને નુકસાન કરે છે. તેથી આજે તમારી સાથે શેર કરુ છું મસાલા સામોની રેસીપી, જે ઝડપથી બને છે અને ભાત કે ખીચડી જેમ પેટ ભરેલું પણ રહે છે. સામો ન મોરૈયો કે સાઉં પણ કહે છે. તો તમે પણ બનાવજો મસાલા સામો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
2 સર્વિંગ
  1. 1/2 કપસામો
  2. 1સમારેલા બટેકા
  3. 1સમારેલું ટમેટું
  4. 1સમારેલું લીલું મરચું
  5. 1/4 ટી.સ્પૂનઝીણું સમારેલું આદુ
  6. વઘાર માટે
  7. 1 ટે.સ્પૂન તેલ
  8. 1 ટી.સ્પૂનજીરું
  9. 5-7લીમડાના પાન
  10. 1સૂકું લાલ મરચું
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ટી.સ્પૂનમરચું
  13. 1/2 ટી.સ્પૂનહળદર
  14. 2 કપપાણી
  15. સમારેલી કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ બટેકા, ટમેટું, લીલું મરચું અને આદુ સમારી લેવા. તથા સામોને બે પાણી વડે ધોઈને પલાળી લેવા.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરવું. જીરું, લીમડાના પાન અને સૂકા લાલ મરચાંનો વઘાર કરવો. તેમાં સમારેલા બટેકા એડ કરી, સ્વાદ અનુસાર મીઠું નાખી સાંતળવા. હવે હળદર, મરચું એડ કરી મિક્સ કરવું.
    હવે સમારેલા ટામેટાં, મરચાં, આદુ એડ કરવા. સાંતળવા.

  4. 4

    ટામેટાં સ્હેજ પોચા પડે એટલે તેમાં પાણી એડ કરવું. પાણી ઉકળે એટલે પલાળેલા સામોનું પાણી નિતારીને એડ કરવા.7-8 મિનિટ ફાસ્ટ ફલૅમ પર ત્યારબાદ 4-5 મિનિટ સ્લો ફલૅમ પર સિઝવવા.

  5. 5

    મસાલા સામો તૈયાર છે. ગરમ ગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes