પરોઠા (parotha recipe in Gujarati)

Hetal Panchal
Hetal Panchal @cook_25809692

#GA4
#week1
આજે મે મારા દિકરા ના મનપસંદ આલુ પરોઠા બનાવ્યા છે.આલુ પરોઠા બહુજ ટેસ્ટી વાનગી છે.બધા બાળકો ને ભાવતા હોય છે.આલુ પરોઠા ને લીલી ચટણી અને દહીં સાથે પીરસી શકાય છે.તમે સવારે નાસ્તા માં કે સાંજે જમવા માં બનાવી શકો છો.

પરોઠા (parotha recipe in Gujarati)

#GA4
#week1
આજે મે મારા દિકરા ના મનપસંદ આલુ પરોઠા બનાવ્યા છે.આલુ પરોઠા બહુજ ટેસ્ટી વાનગી છે.બધા બાળકો ને ભાવતા હોય છે.આલુ પરોઠા ને લીલી ચટણી અને દહીં સાથે પીરસી શકાય છે.તમે સવારે નાસ્તા માં કે સાંજે જમવા માં બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૪ વાટકીઘઉં નો લોટ
  2. મીઠું
  3. ૨ ચમચીતેલ
  4. પાણી
  5. ૧ કિલોબટાકા
  6. ડુંગળી
  7. લીલા મરચાં
  8. ૧ ટુકડોઆદું
  9. ઝીણી સમારેલી કોથમીર
  10. 1/2 લીંબુ
  11. લાલ મરચુ પાઉડર
  12. 1 ચમચીમીઠું
  13. 1 ચમચીઆમચૂર પાઉડર
  14. 1 ચમચીગરમ મસાલો
  15. હળદર
  16. ધાણાજીરું પાઉડર
  17. તેલ કે ઘી
  18. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક વાસણ માં ઘઉં નો લોટ લો.હવે એમાં મીઠું અને તેલ નાખી પાણી થી લોટ બાંધી લો.લોટ ને થોડો તેલ વાળો કરી ઢાંકીને ૧૫ મિનીટ સુધી મૂકી રાખો.

  2. 2

    હવે એક કૂકર માં બટાકા બાફવા મૂકો.૪ થી ૫ સીટી મારવી.બટાકા બફાઈ જાય એટલે એને ચારણી માં કાઢી ઠંડા થવા દો.બટાકા ઠંડા થઇ જાય એટલે છાલ કાઢી લો.હવે એક વાસણમાં બટાકા નો છૂંદો કરી લો.હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, વાટેલું આદુ અને લીલા મરચાં,લાલ મરચું,હળદર,મીઠું, ધાણાજીરું,આમચૂર પાઉડર,ગરમ મસાલો સ્વાદ અનુસાર નાખો. કોથમીર,લીંબુ નો રસ નાખી ને મિક્સ કરીને માવો બનાવી લો.

  3. 3

    હવે લોટ ના લુઆ બનાવી લો. હવે એક લૂઆને હાથ થી મોટી પૂરી જેવું કરી એમાં બટાકાનો માવો ભરી લો.લુઆ ને બરાબર બંધ કરી લો.હવે માવો ભરેલા લુઆ ને લોટ માં રગદોળી ગોળ પરાઠા વણી. લો.હવે એક તવા ને ગેસ પર ગરમ કરી લો. તેમાં વણેલો પરોઠો નાખી ને એક સાઈડ શેકાય એટલે એને પલટાવી લો.બીજી સાઈડ શેકાય એટલે તેને પલટાવી તેલ કે ઘી લગાવી શેકી લો.

  4. 4

    હવે પરાઠા ને એક ડીશ માં લઇ તેની ઉપર બટરથી ગાર્નિશ કરીને લીલી ચટણી અને દહીં સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Panchal
Hetal Panchal @cook_25809692
પર
Cooking is my Passion.I love to cook my family.
વધુ વાંચો

Similar Recipes