વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_26308374

આ છે હૈદ્રાબાદ ની ચટપટી વાનગી, જેમાં પંજાબી તડકો પડે છે અને બધા શાકભાજી ના સ્વાદ થી બનતી અ વાનગી ખાવામાં બવ જ સ્વાદિષ્ટ લાગે છે😋 #GA4

વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ છે હૈદ્રાબાદ ની ચટપટી વાનગી, જેમાં પંજાબી તડકો પડે છે અને બધા શાકભાજી ના સ્વાદ થી બનતી અ વાનગી ખાવામાં બવ જ સ્વાદિષ્ટ લાગે છે😋 #GA4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
4 સર્વિંગ્સ
  1. ૨૦૦ ગ્રામફ્લાવર
  2. ૨૦૦ ગ્રામગાજર
  3. ૧૦૦ ગ્રામબીંસ
  4. ૧૦૦ ગ્રામવટાણા
  5. ૨૦૦ ગ્રામપાલક
  6. ૨૫૦ ગ્રામટામેટા
  7. ૪ નંગલીલા મરચા
  8. ૧ કટકોઆદુ
  9. ૧૦ નંગકાજુ
  10. ૨ ટુકડાતજ
  11. ૨ ચમચીઘી
  12. ૨ ચમચીતેલ
  13. ૧ ચમચીહિંગ
  14. ૨ ચમચીલાલ મરચું
  15. ૨ ચમચીધાણાજીરું
  16. ૨ ચમચીહળદળ
  17. ૧ ચમચીગરમ મસાલો
  18. ૨ ચમચીકાજુ ની પેસ્ટ
  19. ૨ ચમચીક્રીમ
  20. જરૂર મુજબ કસ્તુરી મેથી
  21. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌપ્રથમ મધ્યમ સમારેલુ ફ્લાવર,બીન્સ,ગાજર,વટાણા
    ને કૂકર માં નાખી તેમાં ૧ ચમચી હળદળ અને ૧ ચમચી મીઠું નાખી બાફી લો, ધ્યાન રહે બાવ બફાઈ ના જાય.પાલક ને બીજા વાસણ માં થોડી ચડાવા મુકવાની

  2. 2

    ત્યારબાદ ગ્રેવી માટે એક પેન લઈશું, તેમાં ૨ ચમચી તેલ નાંખવું,તેમાં ૪ નંગ ટામેટા, ૪ લીલા મરચા,૧૦ નંગ કાજુ, ૨ નંગ લાલ સુકા મરચા,૧ કટકો આદું નાખી તેમાં ૧ ગ્લાસ પાણી નાખી તેને ૧૫ મીન પકાવાનું.ગ્રેવી ઠંડી થાય પછી તેને ક્રશ કરી લ્યો.

  3. 3

    ત્યારબાદ એક હાંડી લ્યો તેમાં ૨ ચમચી તેલ અને ૨ ચમચી ઘી નાખો

  4. 4

    તેમાં જીરું, અજમો, હિંગ નાખી ટામેટા નાખી (લસણ ડુંગળી પણ નાખી શકાય છે)

  5. 5

    તેમાં ૧/૨ ચમચી મીઠું નાખવાનું,૨ ચમચી લાલ મરચું, ૨ ચમચી ધાણાજીરું, ૧ ચમચી ગરમ મસાલો નાખી હલાવી લેવું, પછી ૧ ગ્લાસ પાણી નાંખી ૨ મીન રેવા દેવાનું.

  6. 6

    ત્યારબાદ તેમાં બાફેલાં ફ્લાવર, ગાજર, બીન્સ,વટાણા અને બાફેલી પાલક નાખી તેને હલાવી ૩-૪ મીન રેવા દેવાનું.

  7. 7

    પછી તેમાં ૨ ચમચી કાજુ ની પેસ્ટ નાખી હલાવીને ગ્રેવી નાખી દેવાની,તેને હલાવી નાખવું

  8. 8

    પછી તેમાં ૨ ચમચી ક્રીમ નાખી ને કોથમીર નાખી તેને હલાવાનું
    આમ તૈયાર છે આપણી હ્યદરાબાદી નિઝામ હાંડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_26308374
પર

Similar Recipes