મેથી દાણા નું શાક (Methi dana shaak recipe in Gujarati)

Bhavna Vaghela
Bhavna Vaghela @cook_26128430
Junagadh

#GA4
#week2 મેથી બહુ જ ગુણકારી હોય છે સ્વાદમાં કડવી હોય છે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે ખાસ કરીને ડાયાબિટીસ લોકો માટે બહુ ગુણકારી હોય છે

મેથી દાણા નું શાક (Methi dana shaak recipe in Gujarati)

#GA4
#week2 મેથી બહુ જ ગુણકારી હોય છે સ્વાદમાં કડવી હોય છે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે ખાસ કરીને ડાયાબિટીસ લોકો માટે બહુ ગુણકારી હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
2 લોકો માટે
  1. કપમેથી અડધો
  2. ૧ ચમચીરાઈ
  3. ૧ ચમચીજીરું
  4. ચપટીહહિંગ
  5. ૧ નંગડુંગળી
  6. 1લીલું મરચું
  7. ૧ નંગટમેટું
  8. ૨ ચમચીલાલ મરચું
  9. 1/2ચમચી હળદર
  10. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. પાણી
  13. કોથમીર
  14. 1 કપચોખા
  15. ૧ નંગબટેકુ
  16. મીઠા લીમડાના પાન
  17. લસણ નિ પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ પહેલા આપણે અડધો કપ મેથી લઈશું

  2. 2

    પછી તેને મેથીને પાણીથી ધોઈને આખી રાત માટે પલાળીને મુકી દઈશું અને બીજા દિવસે બધું જ પાણી કાઢીને એક બાઉલમાં મેથીદાણા લઈશું

  3. 3

    ત્યાર પછી મેથી દાણાને આપણે જરા પણ પાણી ન રહે એ રીતે બાઉલમાં લઈને તેના ઉપર કોટન નો રૂમાલ ભીનો કરીને બે થી ત્રણ દિવસ સુધી ઢાંકી રાખો

  4. 4

    ત્રણ દિવસ પછી આપણા મેથીદાણા સરસ રીતે ગ્રો થઈ જાય છે જે સબ્જી બનાવવા માટે તૈયાર છે

  5. 5

    હવે આપણે એક બાઉલમાં તેલ, રાઈ જીરુ હિંગ લીલુ મરચું લસણની પેસ્ટ ડુંગળી નાખીને સાંતળો પછી તેમાં ટમેટૂ કરો થોડી વાર હલાવો

  6. 6

    ત્યાર પછી તેમાં લાલ મરચું હળદર ધાણાજીરૂ અને મીઠું ઉમેરો બધું મિક્સ કરી થોડી વાર હલાવો

  7. 7

    પછી તેમાં આપણા તૈયાર થઈ ગયેલા મેથીદાણા ઉમેરો અને સારી રીતે હલાવો અને બાઉલને ઢાંકી દો બેથી પાંચ મિનિટ

  8. 8

    બધું એકદમ બરાબર મિક્સ થઈ ગયા પછી તેમાં થોડું પાણી ઉમેરો અને હલાવો અને ઢાંકી દો થોડીવાર પછી તેમાં 1/2ચમચી જેટલી ખાંડ ઉમેરો ખાંડ ન ઉમેરો તો પણ ચાલે. ત્યાર પછી બે-પાંચ મિનિટ થવા દઈશું

  9. 9

    ફણગાવેલા મેથી દાણાના શાક ને આપણે પુલાવ ની સાથે સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Vaghela
Bhavna Vaghela @cook_26128430
પર
Junagadh

ટિપ્પણીઓ (4)

Varsha Chavda
Varsha Chavda @cook_25685474
એકદમ પૌષ્ટિક રેસિપી અને હેલ્થી રેસીપી,👍

Similar Recipes