સ્ટફ બ્રેડ પકોડા(Stuff Bread Pakoda recipe in Gujarati)

સ્ટફ બ્રેડ પકોડા(Stuff Bread Pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં બાફેલા કાચા કેળા લઈ તેનું પૂરણ કરવું.તેમાં ટામેટું,આદુ મરચાની પેસ્ટ,ધાણાજીરું,ચાટ મસાલો,કોથમીર અને સ્વાદ મુજબ મીઠું નાખવું.બધી સામગ્રી ને સરખું હલાવી ની મિક્સ કરવું અને પૂરણ તૈયાર કરવું
- 2
પછી બ્રેડ ની સલાઇસ લઈ તેના પર કોઈ પણ વાટકો યા ઢાંકણું મૂકી ને બ્રેડ ને ગોલ આકાર માં કટ કરવું.આજુ બાજુ ની કિનારી કાઢી લેવી.એ રીતે બધી સલાઇસ તૈયાર કરવી.
- 3
વધેલી કિનારી ને મિક્સર જાર માં લઇ ને તેને બારીક ક્રશ કરવુ જેથી બ્રેડ નો ભુકો તૈયાર થઈ જાય.પછી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો / ઇટાલિયન સીઝલિંગ નાખી દેવું.
- 4
એક બાઉલ માં મેંદો લઈ તેમાં થોડું મીઠું અને પાણી ઉમેરી ને તેની મીડીયમ પેસ્ટ તૈયાર કરવી.
- 5
હવે બ્રેડ ની 2 સલાઇસ લઇ એક સલાઇસ પર લીલી ચટણી અને બીજી સલાઇસ પર ટોમેટો સોસ લગાવો.પછી એક સલાઇસ પર 1 થી 11/2 ચમચી બનાવેલું પૂરણ મૂકવું. અને પછી તેના પર બીજી સલાઇસ મૂકી દેવી. આ રીતે બધા બ્રેડ તૈયાર કરી લેવા.
- 6
પછી તૈયાર કરેલા બ્રેડ ને મેદા ની બનાવેલી પેસ્ટ માં ચારે બાજુ થી સરખી બોળી લેવી.પછી તેને બનાવેલા બ્રેડ ના ભુકા માં સરખી રીતે રગદોળી લેવા અને પછી તેને થોડું પ્રેસ કરી લેવું જેથી ભુકો બરાબર ચોંટી જાય
- 7
એક લોયા માં થોડું તેલ ગરમ કરવા મૂકવુ.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં એક એક બ્રેડ પકોડા મૂકી ધીમા ગેસ પર સેલો ફ્રાય કરવા.
- 8
પકોડા ને તરત ફેરવા નહીં એક સાઇડ થોડા થઈ જાય પછીજ બીજી સાઈડ ફેરવા અને તેને ગુલાબી કલર ના થાય ત્યાં સુધી ફ્રાય કરવા. બને સાઈડ ફ્રાય થઈ જાય એટલે ચીપયા ની મદદ થી કોર્નર ને પણ ફેરવતા ફ્રાય કરવી જેથી બધી સાઈડ થી ક્રિપસી થાય.
- 9
તો તૈયાર છે એકદમ ક્રિપસી અને ટેસ્ટ માં એકદમ સરસ સ્ટફ બ્રેડ પકોડા.તેને ટોમેટો સોસ અથવા તો લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સેન્ડવીચ બ્રેડ પકોડા(Sandwich Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Sandwich#PAKODA#WEEK3#COOKPADGUJ#COOKPADINDIAઅહી મે ચટણી સેન્ડવીચ બનાવી ને એના પકોડા બનાવ્યા, જે દેખાવ અને સ્વાદ બંને માં ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
#MyFirstRecipe#ઓક્ટોબર#GA4#Week3#Pakoda#Post1આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે payal Prajapati patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોર્ન પકોડા(Corn Pakoda Recipe in Gujarati)
#GA4#WEEK3#pakodaનાના હતા મમ્મી બનાવી આપતા, એ પદ્ધતિ માં થોડા ફેરફાર સાથે મમ્મી પાસે થી પ્રેરણા લઈ મારું પોતાનું ક્રીએશન. Hemaxi Buch -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ