બટાકા વડા(Bataka vada Recipe in Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_26308374

#trend2
#week2
#બટાટાવડા #post 2

ભૂખ લાગી હોઈ ને ઝટપટ બની જાય, સમય પણ ના બગડે અને સૌને ભાવે તેવી વાનગી એટલે બટાટાવડા

બટાકા વડા(Bataka vada Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#trend2
#week2
#બટાટાવડા #post 2

ભૂખ લાગી હોઈ ને ઝટપટ બની જાય, સમય પણ ના બગડે અને સૌને ભાવે તેવી વાનગી એટલે બટાટાવડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30min
4 સર્વિંગ્સ
  1. ૬ નંગબટેટા
  2. ૫ નંગલીલા મરચા
  3. આદું નો કટકો
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૪ ચમચીલાલ મરચું
  6. ૩ ચમચીધાણાજીરું
  7. ૨ ચમચીલીંબુ નો રસ
  8. ૪ ચમચીખાંડ
  9. ૨ ચમચીગરમ મસાલો
  10. કોથમીર
  11. પૌવા (ઓપ્શનલ)
  12. તેલ (તળવા માટે)
  13. ૨ વાટકીચણા નો લોટ
  14. ૧ નાની ચમચી(ટી ચમચી) ખાવાનો સોડા
  15. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

30min
  1. 1

    સૌપ્રથમ બટેટા ને બાફી લેવાના

  2. 2

    ત્યારબાદ તેનો છૂંદો કરી લેવાનો

  3. 3

    પછી તેમાં આદુ,મરચા,સ્વાદાનુસાર મીઠું,લાલ મરચું,ધાણાજીરું,૨ ચમચી ગરમ મસાલો
    કોથમીર, લીંબુ નો રસ અને ખાંડ નાખી તેને બરોબર હલાવી લેવાનું

  4. 4

    જો બટેટા નો લસ ઢીલો થઇ ગયો હોય તો તેમાં પૌંવા નાખી શકાય છે

  5. 5

    ત્યારબાદ તેના ગોળ ગોળ ગોળ વાળી લેવાના

  6. 6

    ચણા નો લોટ તૈયાર કરવા માટે ૨ વાટકી ચણા ના લોટ માં સ્વાદાનુસાર મીઠું,૧ ચમચી હળદળ,૧ ટી ચમચી ખાવાનો સોડા નાખી તેમાં ૧ ગ્લાસ કરતા થોડું ઓછું પાણી ઉમેરી
    મિશ્રણ ને બરોબર હલાવી લેવાનું

  7. 7

    પછી તૈયાર કરેલા ગોળા ને ચણા ના લોટ માં રગદોળી ગરમ તેલ માં તરવાના,ગેસ મધ્યમ રાખવાનો

  8. 8

    આમ તૈયાર છે બટેટાવડાં જેને લીલી ચટણી, ખજુર આંબલી ની ચટણી સાથે ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_26308374
પર

Similar Recipes