ઢોકળા(Dhokla Recipe in Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#GA4
#week4
#October
#Gujarati
#Mypost1
આ ઢોકળા ખૂબ જ જલ્દી બની જાય છે આથો આવવની રાહ જોવી પડતી નથી ... ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૫૦ ગ્રામ ચણા ની દાળ
  2. ૫૦ ગ્રામ પીળી મગ ની દાળ
  3. ૫૦ ગ્રામ અડદ છડી દાળ
  4. ૫૦ ગ્રામ ચોખા
  5. ૪-૫ ચમચા દહીં
  6. ૧-૨ ચમચી હળદળ
  7. ચપટીહિંગ
  8. ૧ ચમચીમરચા નો ભૂકો
  9. ઇનો એક નાનું પેકેટ
  10. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેહલા ત્રણેય દાળ અને ચોખાને સરખા પ્રમાણ માં લઇ લો

  2. 2

    એને સારી રીતે ૪થી ૫ વખત સરખા પાણી એ ધોઈ લો અને પાણી માં સારી રીતે પલળે એમ વધુ પાણી નાખી અને ૩ થી ૪ કલાક પલાળી અને રાખી મૂકો

  3. 3

    ૩ થી ૪ કલાક થાય બાદ તમે જોઈ શકશો કે વસ્તુઓ સારી રીતે પલળી ગઈ છે ત્યાર બાદ મિક્સર માં 1/2 મિશ્રણ ઉમેરો સાથે થોડું દહીં ૨ ચમચા જેટલું અને હળદર અને મીઠું ઉમેરો અને મિક્સર માં જાડું બેટર બનાવો (મિક્સર માં મિક્સ કરતી વખતે પાણી જરા પણ ઉમેરવું નહિ)

  4. 4

    આવી જ રીતે જે 1/2 મિશ્રણ બાકી હોય એને પણ મિક્સર માં બેટર બનાવી લેવું.ત્યાર બાદ એક મોટા વાસણ માં મિશ્રણ ને ઉમેરવું અને હલાવવું અને એકરસ કરવું અને એમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરવી હિંગ અને મીઠું પણ ઉમેરવું.(મીઠું જરૂર મુજબ ઉમેરવું કારણકે મિક્ટર માં મિક્સ કરતી વખતે પણ ઉમેર્યું છે)

  5. 5

    હવે બરાબર મિક્સ થઈ ગયા બાદ એમાં ઇનો નાખી અને એક જ દિશા માં હલાવ્યા કરવું ૧ થી ૨ મિનિટ સુધી..હવે ઢોકળીયું ગરમ કરવા મૂકો પાણી નાખી ને અને પાણી ઉકળે એટલે ગ્રીસ કરેલ થાળી માં બેટર ને ઉમેરો અને ઉપર થી થોડો મરચા નો ભુક્કો ભભરાવો અને ૧૦ થી ૧૫ મિનિટ માટે ગરમ થવા દો

  6. 6

    ૧૦ થી ૧૫ મિનિટ બાદ આપડા ઢોકળા તૈયાર થઈ જશે એને ગરમાં ગરમ તેલ અને લસણ ની ચટણી સાથે પીરસો...

  7. 7

    તૈયાર છે આપડા લાઈવ ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

Similar Recipes