ચીઝ મસાલા કોર્ન સબ્જી (Cheese Masala Corn Sabji Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara
શેર કરો

ઘટકો

45 મીનિટ
2 વ્યકિત માટે
  1. 2 નંગમકાઈ
  2. 4 નંગડુંગળી
  3. 2 નંગટામેટાં
  4. 1 ચમચીલસણ પેસ્ટ
  5. 1 ચમચીઆદુ પેસ્ટ
  6. 2 પાવડા તેલ
  7. 1/2 ચમચીજીરૂ
  8. ચપટીહીંગ
  9. 2 ચમચીમરચુ પાઉડર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1/2 ચમચીહળદર
  12. સ્વાદઅનુસારમીઠું
  13. 1 ચમચીખાંડ
  14. 1ચીઝ ક્યુબ
  15. 1/2 ચમચી લીબું
  16. જરૂર મુજબ પાણી
  17. ગાર્નિશીંગ માટે*
  18. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને છોલી લો ત્યારબાદ તેના બે ટુકડા કરી કુકર માં પાણી અને મીઠું નાખી મકાઈ બાફી લો 5 થી 7 સીટી કરો

  2. 2

    ત્યારબાદ મકાઈ ના દાણા ને મકાઈ કટર થી કઢી લો અને ડુંગળી,ટામેટાં ને સમારી લો અને લસણ અને આદુ ની પેસ્ટ બનાવી લો

  3. 3

    ત્યારબાદ એક કઢાઈ માં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે જીરૂ અને હીંગ નો વઘાર કરો

  4. 4

    ત્યારબાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો ત્યારબાદ તેમા ડુંગળી નાખી સાતળી લો પછી તેમા ટામેટાં નાખી થોડીવાર ગ્રેવી જેવુ થવા દો

  5. 5

    ત્યારબાદ તેમાં બાફેલી મકાઈ નાખો અને પછી તેમાં મરચુ,હળદર,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું,ખાંડ નાખી ચમચા વડે હલાવી લો ત્યારબાદ તેેમાં થોડુ પાણી નાખી એકરસ 5 મીનિટ ધીમા તાપે ચડવા દો

  6. 6

    તૈયાર છે સ્વીટ કોર્ન સબ્જી તેને એક બાઉલ માં સર્વ કરો અને ઉપર થી લીબું નાખો

  7. 7

    અને ત્યારબાદ ઉપર થી ચીઝ અને કોથમીર છાટો

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes