બાજરીના રોટલા (Bajri na rotla recipe in Gujarati)

બાજરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી અનાજ નો પ્રકાર છે. બાજરીની પોતાની એક મીઠાશ અને અલગ સ્વાદ હોય છે જે બીજા લોટમાં નથી. બાજરી ની પ્રકૃતિ ગરમ હોવાથી મોટે ભાગે શિયાળામાં ખાવામાં આવે છે. રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો એક બેસ્ટ કોમ્બિનેશન છે. બાજરીનો રોટલો ઘર નું બનેલું માખણ અને અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
બાજરીના રોટલા (Bajri na rotla recipe in Gujarati)
બાજરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી અનાજ નો પ્રકાર છે. બાજરીની પોતાની એક મીઠાશ અને અલગ સ્વાદ હોય છે જે બીજા લોટમાં નથી. બાજરી ની પ્રકૃતિ ગરમ હોવાથી મોટે ભાગે શિયાળામાં ખાવામાં આવે છે. રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો એક બેસ્ટ કોમ્બિનેશન છે. બાજરીનો રોટલો ઘર નું બનેલું માખણ અને અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બાજરીનો લોટ અને મીઠું મિક્સ કરી લેવું. હવે તેમાં હૂંફાળું પાણી ઉમેરી ઢીલો લોટ બાંધવો. ત્રણથી ચાર મિનિટ માટે લોટને મસળીને એના એક સરખા છ ભાગ કરવા.
- 2
લોટ નો એક ભાગ લઈને એને સૂકા બાજરીના લોટમાં રગદોળી લેવો. હવે પાટલી પર મૂકીને હાથની મદદથી રોટલો બનાવવો. વેલણની મદદથી પણ રોટલો વણી શકાય. હવે ધીરે થી રોટલા ને મીડીયમ તાપ પર ગરમ થયેલી તવીમાં મૂકવો.
- 3
એક બાજુ રોટલો થોડો ચડી જાય એટલે તેને પલટાવી લેવો. રોટલો તવી વાળી નીચેની બાજુ બરાબર ચડી જાય એટલે એને પલટાવીને એક કપડા ની મદદથી હળવા હાથે દબાવતા જવું જેથી કરીને રોટલો ફૂલી જશે અથવા તો એને સીધો ગેસના તાપ પર મૂકીને પણ ફૂલાવી શકાય.
- 4
તૈયાર થયેલા રોટલાને વાયર ની જાળી પર મૂકી ઘી લગાવી લેવું. આ રીતે બાકીના બધા રોટલા બનાવી લેવા.
- 5
બાજરીના રોટલા ને રીંગણના ઓળા અથવા તો પસંદગી પ્રમાણે ના કોઈપણ શાક સાથે પીરસી શકાય.
Top Search in
Similar Recipes
-
બાજરી લોટ ના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબાજરીનો રોટલો Ketki Dave -
બાજરીના રોટલા (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post1આજે મેં શિયાળાનું સુપર ખાણુ બાજરીના રોટલા બનાવ્યા છે સાથે સાથી દૂધીનો ઓળો અને ગોળ અને મરચા છે Jyoti Shah -
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#Cookpad# બાજરી ના રોટલાઠંડીની સિઝનમાં બાજરીના રોટલા અને સાથે ભાજી બહુ સરસ લાગે છે. આજે મેં બાજરીના રોટલા બનાવ્યા છે. Jyoti Shah -
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
શિયાળા માં રોટલા માખણ, ભડથું, સેવ ટામેટા, લસણીયા બટાકા લસણ ની ચટણી, મરચું, ડુંગળી, ભાજી સાથે ખાવાની મઝા જ જુદી છે Bina Talati -
બાજરીના લોટના રોટલા (Bajri Flour Rotla Recipe In Gujarati)
ઠંડીમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT#cookpadgujarati#cookpadindia#ઓલ ટાઈમ ફેવરિટ કાઠિયાવાડી રેસિપી બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે.તે શહેલાઈ થી પચી જાય છે.અને શિયાળા માં બાજરી ના રોટલા ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
બાજરી ના ચમચમિયા ફક્ત બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે અને એમાં કોઈ પણ પ્રકારનો બીજો લોટ ઉમેરવામાં આવતો નથી. તમને બીજો લોટ ઉમેરવાનું મન થશે પણ બીજો કોઈ પણ લોટ ઉમેર્યા વગર આ અલગ પ્રકારની વાનગી ની મજા માણો. બાજરીના લોટની સાથે ઉમેરવામાં આવતી ઘણી બધી લીલી શાકભાજી ઓ આ વાનગીને ખૂબ જ હેલ્ધી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. આ ખુબજ સ્વાસ્થ્યવર્ધક શિયાળાની વાનગી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. બાજરીના ચમચમિયા ને અથાણાં, ચટણી, રાયતા, દહીં અથવા તો ચા કે કોફી સાથે પીરસી શકાય. spicequeen -
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
# બાજરીનો રોટલો#GA4 #Week24શિયાળામાં બાજરી ખાવી જોઇએ. બાજરીના ગુણો ગાઈએ તેટલા ઓછા છે બાજરી પ્રોટીન, વીટામીન, લોહ, કૅલ્શિયમ ફૉસ્ફરસ વધુ હોવાથી ગુણકારી હોય છે. જલદી બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (kathiyawadi ringan no oro and bajri na rotla)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ19આજે હું તમારી માટે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા ની રેસિપી લઈ ને આવી છું આ રીંગણનો ઓળો જેટલો શિયાળા માં ખાવાની મજા આવે છે તેટલી જ મજા મોન્સૂન માં એટલે કે ચોમાસા વરસતા વરસાદ માં તીખું તમતમતું જયારે ખાવાનું મન થયું હોય ત્યારે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા જો જમવા માં હોય તો તન મન ખુશ થઈ જાય છે તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#AT#MBR1#CWTબાજરી નો રોટલો શિયાળામાં ખૂબ જ પૌષ્ટિક છે અને તેમાં પણ ગોળ ઘી અને લસણની ચટણી સાથે તો જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવો ટેસ્ટ ફૂલ લાગે છે. વડી પાટલા પર થેપીને બનાવવા કરતાં હાથેથી બે હથેળીની મદદથી થેપીને બનાવવાથી રોટલો ખૂબ જ મીઠો લાગે છે. Amita Parmar -
બાજરીના પેન કેકસ(Bajri na Pan cake recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post4શિયાળામાં બાજરી ખાવામાં બહુ શક્તિદાયક પચવામાં હલકી હોય છે અને ફાઈબર વાળી હોય છે એટલે બાજરી ની નવી નવી વેરાઈટી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે મેં આજે બાજરીના પેનકેક એટલે કે બાજરીના ચરમીયા બનાવ્યા છે જે હેલ્ધી અને ટેસ્ટી છે અને જે બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ બન્યા છે. Jyoti Shah -
બાજરી નાં રોટલા(bajri na rotla recipe in Gujarati)
કાઠીયાવાડી બાજરી નાં રોટલા થાબડીયાં કે ટુપીયાં વગર વણી ને બનાવ્યાં છે.ખુબ જ ઝડપ થી અને નાનાં પણ બનાવી શકે છે. Bina Mithani -
બાજરી ની બાટી (Bajri Bati Recipe In Gujarati)
#શિયાળામાં બાજરી વરદાન રોગ ગણાય છે બાજરીનો ઉપયોગ કોઈપણ રીતે કરીને બાળકોને ખવડાવવું જરૂરી છે બાળકો બાજરીના થેપલા ખાય છે પણ રોટલા ઘી ગોળ ખાવા માટે બહુ અટકાય છે એનું મેં સોલ્યુશન શોધી અને મેં બાજરીની બાટી બનાવી છે એની અંદર લીલું લસણ અજમો વરિયાળી નાખીને બનાવી છે અને લીલા લસણથી એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
બાજરી નો રોટલો (Millet Flour Rotlo Recipe In Gujarati)
આમ તો બાજરીનો રોટલો આપણે આખુ વરસ બનાવીને ખાઇ શકીયે છીએ.પણ શિયાળામાં રોટલા ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. તો ચાલો બનાવીયે બાજરીનો રોટલો.#BW Tejal Vaidya -
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajri / બાજરીગામડાઓમાં મુખ્ય ખોરાક એટલે ઘીથી લથપથ બાજરીનો રોટલો, ગોળ અને કાંદાનું કે રીંગણનું શાક. બાજરીના રોટલામાં પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. મેં પણ આજે વાળુમાં બાજરીના રોટલા બનાવીને સાથે રાયતા ગાજરનું અથાણું, ગોળ, લીલા કાંદાનું શાક, ભરેલા રીંગણ બટેટાનું શાક અને સેવ ટમેટાનું શાક પીરસયાં છે...... છે ને અસલ દેશી કાઠિયાવાડી . Harsha Valia Karvat -
-
ક્રીસ્પી મસાલા રોટલા (Crispy Masala Rotla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબાળકો જ્યારે રોટલા નથી ખાતા, અણગમો બતાવે છે ત્યારે તેમને રોટલો ખવડાવવા માટેનો આ એક બેસ્ટ ઓપ્શન છે ક્રિસ્પી મસાલા રોટલા. Neeru Thakkar -
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week19# મેથીઅહીંયા મેં મેથી બાજરી ના વડા બનાવ્યા છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ થાય છે અને બાજરી પણ શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અમારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી પણ લાગે છે Ankita Solanki -
સ્મોકી બાજરી સૂપ (Smoky bajri soup recipe in Gujarati)
બાજરી એ હજારો વર્ષો થી ઉગાડાતું અનાજ છે જે દુનિયાના મહત્વના અનાજો ની શ્રેણીમાં છઠ્ઠા નંબરે આવે છે. ગ્લુટન ફ્રી અને આરોગ્યવર્ધક બાજરી પોષણ મૂલ્યો થી અને એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપુર છે. બાજરી બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ માં રાખે છે, કબજિયાત દૂર કરે છે, સારી ઊંઘ માટે મદદરૂપ છે તેમજ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. બાજરી માં પ્રોટીન ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે છે. એ હાડકા, ચામડી અને આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી અનાજ ગણવામાં આવે છે.બાજરી નો ઉપયોગ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વધારે કરવામાં આવે છે.આ હેલ્ધી સૂપ માં બાજરીનો લોટ, દહીં, વટાણા ગાજર અને મીઠું નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વઘાર માટે ઘી, જીરું, હિંગ, લીલા મરચાં, ધાણા અને લીલું લસણ વાપરવામાં આવ્યું છે અને આ સૂપ ને કોલસાનો ઉપયોગ કરીને સ્મોક પણ આપવામાં આવ્યો છે જેના લીધે ખુબ જ સરસ ફ્લેવર આવે છે. કોણ કહે છે કે હેલ્ધી વસ્તુ ટેસ્ટી ના બની શકે???#cookpadindia#cookpad_gu spicequeen -
-
કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
#સુપરશેફ#શુક્રવારરીંગણનો ઓળો,રોટલો,ખીચડી,કઢી,સલાડ રીંગણનો ઓળો ખાસ કરીને ગુજરાતીની પસંદગીના શાકમાંથી એક માનવામાં આવે છે. આ શાક દેશભરમાં લોકો ખૂબ પસંદ કરે છે. તેને ગુજરાતમાં રીંગણનો ઓળો અને અન્ય જગ્યાએ તેને બેંગનના ભરથા તરીકે ઓળખવામાં આવે છે. bijal muniwala -
રોટલા(Rotla recipe in Gujarati)
રોટલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. રોટલા મારી નાની બેબીને બહુ જ પ્રિય છે તે વારંવાર કહેતી હોય છે મમ્મી રોટલા બનાવી આપનેઆમે શિયાળામાં રોટલા તો બહુ જ સારા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. Varsha Monani -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#BAJRA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરીમાં કંઈક હોય છે કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તે પચવામાં ભારે હોય છે આથી શિયાળામાં તેની રોટલી કે રોટલા ખાવા થી જલ્દી ભૂખ લાગતી નથી તેથી વજન ઉતારવામાં ઉપયોગી છે. Shweta Shah -
બાજરીના લોટનો લાડવો
#GA4#Week15બાજરી શીયાળામાં ખાવાથી ખૂબ જ જરૂરી છે.ને ઘી ગોળ નાખી ખાવાથી ખૂબ જ સરસ લાગે છે'.નાના છોકરાને લાડુ બનાવી ને આપવો જોઈએ તો ના ખાતા હોય તો ફટાફટ ખાય લૈશે. SNeha Barot
More Recipes
ટિપ્પણીઓ (23)