સેવ પૂરી (Sev Puri Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

ચાટ માં મારી ફેવરિટ વસ્તુ. આ અને પાણીપુરી મળે એટલે બીજું કંઈ ના જોઈએ. આ સેવપુરી માં લસણ નો ચટણી નો ટેસ્ટ એકદમ અલગ આવે.
#ATW1
#TheChefStory

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧૫ સેવપૂરી
  1. ૧૫ નંગ સેવપુરી ની પૂરી
  2. ૨ નંગ બટાકા બાફેલા (ગોળ રાઉન્ડ માં કાપેલા)
  3. ૨ નંગ નાના ટામેટા (ગોળ પાતળા કાપેલા)
  4. ૨ નંગ નાના કાંદા (બારીક સમારેલા)
  5. ૨ ટેબલસ્પૂન લસણ ની ચટણી
  6. ૨ ટેબલસ્પૂન ધાણા અને ફુદીના ની તીખી ચટણી
  7. ૧/૪ કપ ખજૂર આંબલી ની ચટણી
  8. ૧/૨ નંગ લીંબુ નો રસ
  9. ૨ ટીસ્પૂન ચાટ મસાલો
  10. ૧/૨ કપ ઝીણી સેવ
  11. ૨ ટેબલસ્પૂન કાપેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક ડીશ માં સેવપૂરી ની પૂરી મૂકી એના ઉપર બટાકા ની સ્લાઈસ મૂકો.

  2. 2

    એની ઉપર ટામેટા ની સ્લાઈસ મૂકી એમાં ઉપર ઝીણા સમારેલા કાંદા મૂકો

  3. 3

    કાંદા ની ઉપર લસણ નું ચટણી,ફુદીના ની ચટણી અને ખજૂર આંબલી ની ચટણી મૂકો

  4. 4

    ઉપર થી લીંબુ નો રસ નાખી સેવ નાખો. સેવ મૂકી એની ઉપર ચાટ મસાલો ભભરાવો.

  5. 5

    છેલ્લે કાપેલા લીલા ધાણા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes