મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)

Isha panera
Isha panera @IshakaZaika

#GA4
#Week25
#Rajsthani
#CookpadIndia
#CookpadGujarati
આ કચોરીને તમારે 1 મહિના સુધી સ્ટોર કરવી હોય તો લીલાં મરચાં અને કોથમીર ના નાખવી

મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)

#GA4
#Week25
#Rajsthani
#CookpadIndia
#CookpadGujarati
આ કચોરીને તમારે 1 મહિના સુધી સ્ટોર કરવી હોય તો લીલાં મરચાં અને કોથમીર ના નાખવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
8 નંગ
  1. ◆કચોરીનો લોટ બાંધવા માટે
  2. 2 કપમેંદાનો લોટ
  3. 5 ચમચીઘી
  4. 1 ચમચીઅજમો
  5. ચપટીમીઠું
  6. જરૂરિયાત મુજબ પાણી
  7. ◆સ્ટફિંગ માટે-
  8. 2 કપમગની દાળ
  9. 1 કપચણાનો લોટ
  10. 2 ચમચીઆખા ધાણા
  11. 1 ચમચીઆખા કાળા મરી
  12. 1 ચમચીવરીયાળી
  13. 1 ચમચીજીરું
  14. 4સૂકાં લાલ મરચાં
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 1 ચમચીઅનારદાના પાઉડર
  17. 1 ચમચીદળેલી ખાંડ
  18. 1 ચમચીલાલમરચું પાઉડર
  19. 1 ચમચીસુંઠ પાઉડર(સુંઠ પાઉડર ના હોય તો આદુ પણ લઈ શકો છો)
  20. 1 ચમચીકસુરી મેથી
  21. 1 કપકોથમીર
  22. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ ને 2 કલાક પલાળી દો. ત્યારબાદ પાણી નિતારી લો અને તેને અધકચરી ક્રશ કરી લો.

  2. 2

    સૌ પ્રથમ લોટમાં ઘી,અજમાં,અને મીઠું નાખી મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં પાણી એડ કરી મીડીયમ લોટ બાંધો.(અહીં જરૂર લાગે તે પ્રમાણે ઘી એડ કરી શકીએ.મુઠી પડતું મોણ નાખવું)

  3. 3

    હવે એક મિક્સચર જારમાં આખા ધાણા, મરી,જીરૂ,વરીયાળી અને સૂકાં લાલમરચા લઈ અધકચરા ક્રશ કરો.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં હિંગ નાખી ક્રશ કરેલો મસાલો નાખો અને તેને 2 મિનિટ શેકો.ત્યારબાદ તેમાં ચણા નો લોટ એડ કરી મિક્સ કરો.ત્યારબાદ તેમાં સંચળ પાઉડર,અનારદાના પાઉડર,દળેલી ખાંડ,ગરમ મસાલો,ધાણા જીરું પાઉડર,લાલમરચું પાઉડર,કસૂરી મેથી,મીઠું અને ક્રશ કરેલી મગની દાળ નાખી મિક્સ કરો અને 2 -3 મિનિટ કુક કરો.સરખી કુક થઈ જાય પછી છેલ્લે કોથમીર એડ કરી મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો.અને તેના બોલ્સ બનાવી લો.(જો તમારે સ્ટોર કરવી હોય તો કોથમીર એડ ના કરવી)

  5. 5

    હવે એક લોટ નો લુવો લઈ હાથથી કટોરી જેવો શેપ આપી વચ્ચે સ્ટફિંગ નો બોલ મૂકી કચોરીનો શેપ આપો અને હાથથી થોડી સ્પ્રેડ કરી કચોરી બનાવો.

  6. 6

    હવે એક કડાઈમાં તેલ લઈ તેને મીડીયમ ગરમ કરો. અને કચોરી નાખતી વખતે મીડીયમ ફ્લેમ રાખવી અને પછી ઘીમાં ગેસ પર 10 મિનિટ તળી લો.બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો પછી નીચે ઉતારી આંબલી ની ચટણી સાથે સર્વ કરો.તમે ચાટ ની રીતે પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Isha panera
Isha panera @IshakaZaika
પર

Similar Recipes