હાંડવો (Handvo Recipe In Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૧ કપચોખા
  2. ૧/૨ કપચણા દાળ
  3. ૨ ટેબલસ્પૂનઅડદ દાળ
  4. ૧ કપછીણેલી દૂધી
  5. ૨ ટેબલસ્પૂનઆદું લસણ મરચાં ની પેસ્ટ
  6. ૧ કપદહીં
  7. ૧ ટી સ્પૂનઅજમો
  8. ૧ ટી સ્પૂનલાલ મરચું
  9. ૧/૨ ટી સ્પૂનહળદર
  10. ૧ ટી સ્પૂનધાણાજીરું
  11. ૨ ટી સ્પૂનખાંડ
  12. કોથમીર
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  15. પાણી જરૂર મુજબ
  16. તેલ વઘાર માટે
  17. ૧ ટી સ્પૂનરાઈ
  18. ૧ ટી સ્પૂનજીરું
  19. ચપટીહીંગ
  20. ૨ ટી સ્પૂનતલ
  21. ૧ ટી સ્પૂનશીંગ
  22. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    ચણા દાળ, અડદ દાળ અને ચોખા ને પાણી મા ૩-૪ કલાક પલાળી રાખો.

  2. 2

    હવે દાળ ચોખા માંથી પાણી નિતારીને મિક્સર જારમાં ઉમેરી તેમાં દહીં નાખીને અધકચરું પીસી લો. હવે હાંડવાના તૈયાર થયેલા ખીરાને ઢાંકીને છથી સાત કલાક માટે આથો આવવા મુકી રાખો.

  3. 3

    આથો આવી જાય પછી એમાં દૂધી, આદુ-લસણ-મરચાંની પેસ્ટ, કોથમીર, અજમો, મીઠું ખાંડ, લાલ મરચું, હળદર, ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે હાંડવો બનાવતી વખતે સોડા ઉમેરીને બે મિનિટ માટે બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે હાંડવો બનાવવા માટેના પેનમાં તેલ ગરમ કરો. ગરમ થાય પછી એમાં રાઈ, જીરું, હિંગ, તલ, શીંગ, મીઠા લીમડાનો વઘાર કરી ખીરું રેડી દો અને એકદમ ધીમા તાપે ઢાંકીને ચડવા દો. એક બાજુથી હાંડવો ક્રિસ્પી થઈ જાય પછી એને બીજી બાજુ પટાવી લો અને ઢાંકીને બીજી બાજુ ચડવા દો.

  6. 6

    તૈયાર થયેલા હાંડવા ને ગરમા ગરમ ચા સાથે સર્વ કરો.

  7. 7

    અપ્પમ પેન માં પણ મસ્ત હાંડવા કોઈન બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes