દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2 કપફોતરા વળી મગ ને દાળ
  2. 1/2 કપપીળી મગ ને દાળ
  3. 2 ટે.સ્પૂન અડદની દાળ
  4. 1સમારેલી ડુંગળી
  5. 2સમારેલા ટોમેટો
  6. 1 ટીસ્પૂનહળદર
  7. સ્વાદ મુજબ મીઠુ
  8. 2ટે.સ્પૂન તેલ
  9. 1 ટીસ્પૂનજીરૂ
  10. 1/3 ટી સ્પૂનહિંગ
  11. 4 ટે.સ્પૂનઆદુ લસણ ને પેસ્ટ
  12. 2 ટે.સ્પૂન લાલ મરચું
  13. 1 ટે.સ્પૂન ધાણા જીરું
  14. 1 ટે.સ્પૂન ગરમ મસાલો
  15. 1 કપઘઉં નો કકરો લોટ
  16. 1/2 કપરાગી
  17. 2 ટે.સ્પૂન રવો
  18. 1 ટી.સ્પૂનમીઠું
  19. 1 ટી.સ્પૂનજીરૂ
  20. 2ટે.સ્પૂન ઘી
  21. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    દાળ બનાવવા માટે
    એક વાસણમાં 3 એ દાળ લઇ 30 થી 35 મિનિટ માટે પલળી દો ત્યાર બાદ કૂકર માં મીઠું અને હળદર નાખી મિડિયમ ગેસ પર 3 વીસલ વગાડી દો.

  2. 2

    ત્યાર બાદ એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં લાલ સૂકા મરચાં અને તમાલપત્ર નાખી જીરૃ નાખી વઘાર કરી લો.

  3. 3

    ત્યાર બાદ ડુંગળી અને આદુ લસણ ને પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી 2 મિનિટ શેકી લો. ત્યાર બાદ ટામેટા નાખી ટામેટાં ને બરાબર ચડવા દો.

  4. 4

    ટામેટા ચડી જાય પછી બધા જ મસાલા અને મીઠું નાખી બરાબર મિક્સ કરી દાળ નાખી ને 5 થી 7 મિનિટ સુધી ઉકાળો.

  5. 5

    બાટી બનાવા માટે
    એક વાસણમાં બન્ને લોટ અને રવો લઇએ બરાબર મિક્સ કરી મીઠું અને જીરૃ નાખી બરાબર મિક્સ કરી ઘી નાખી મિક્સ કરી પાણી વડે લોટ બાંધી લો

  6. 6

    લોટ ને 15 મિનિટ રેસ્ટ આપી બેકિંગ ટ્રે ને ગ્રેસ કરી નાના નાના લૂઆ કરી ગોળ બાટી ત્યાર કરી પ્રિ હિટડ ઓવન માં 180 ડિગ્રી પર 20 મિનિટ બેક કરી લો

  7. 7

    હવે ત્યાર કરલી દાળ બાટી ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

Similar Recipes