શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામપનીર
  2. 100 ગ્રામકન્ડેન્સ્ડ મિલ્ક
  3. 100 ગ્રામપાણી નીતારેલું દહીં (hung curd)
  4. 1 ચમચીઈલાયચી પાઉડર
  5. 1/4 ચમચીકેસર
  6. પીસ્તા ની કતરણ
  7. ચાંદીનો વરખ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અમૂલ નું મસ્તી દહીં ને મલ નાં કપડામાં લઈને તેને ગાંઠ મારીને બે થી ત્રણ કલાક માટે નળ પર લટકાવી દેવું જેથી તેમાંથી બધું પાણી છૂટું પડી જાય. આને hung curd કહેવાય.

  2. 2

    હવે માપ પ્રમાણે 100 ગ્રામ પનીર લઈને તેને છીણી લેવું, 100 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક અને 100 ગ્રામ hung curd લેવું.

  3. 3

    આ ત્રણેય વસ્તુ ને એક બાઉલમાં લઈને મિક્સ કરવી. તેમાં ઈલાયચી પાઉડર આને કેસર ઉમેરવું.

  4. 4

    આ મિશ્રણને હલાવી ને ઢોકળા ના ખીરા જેવું બનાવવું. તેમાં બિલકુલ પાણી ઉમેરવું નહીં. હવે આ મિશ્રણને ઢોકળાની થાળીમાં પાથરીને તેને ઢોકળાની જેમ વરાળથી બાફી લેવું.

  5. 5

    ઠરે એટલે તેના ચોરસ કટકા કરવા અને તેની ઉપર ચાંદીનું વરખ, પિસ્તાની કતરણ, કેસરના તાંતણા, ગુલાબની પાંદડીઓ વગેરે નાખીને સજાવવું.

  6. 6

    ફટાફટ બની જતી આ મીઠાઈ નું નામ છે સેફ્રોની. જે ટેસ્ટમાં એકદમ કોઈ બંગાલી સ્વીટ જેવી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes