બર્ડ નેસ્ટ કટલેસ (Bird nest cutlets Recipe in Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

આ કટલેસ ની નવી વેરાયટી છે જે દેખાવ માં સૌને આકૅષે છે આ વેજીટેરીયન ડિશ જ છે દેખાવ માં પંખીના માળા જેવી છે તેથી તેનુ નામ બર્ડ નેસ્ટ પડયુ છે

બર્ડ નેસ્ટ કટલેસ (Bird nest cutlets Recipe in Gujarati)

આ કટલેસ ની નવી વેરાયટી છે જે દેખાવ માં સૌને આકૅષે છે આ વેજીટેરીયન ડિશ જ છે દેખાવ માં પંખીના માળા જેવી છે તેથી તેનુ નામ બર્ડ નેસ્ટ પડયુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
6 લોકો માટે
  1. નેસ્ટ બનાવવા :
  2. 1કીલો બટાકા
  3. 250વટાણા
  4. 1 ચમચીધાણાજીરું
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીલીલા મરચાં ને આદું ની પેસ્ટ
  7. 2 ચમચીઆમચુર પાવડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. મીઠું જરુર મુજબ
  10. વૅમીસેલી સેવ 1 પેકેટ
  11. એગ બનાવવા માટે સામગ્રી :
  12. 250પનીર ખમણેલુ
  13. 3 ચમચીકોનૅફલોર
  14. અડધી ચમચી થી પણ ઓછો મરીપાવડર
  15. સ્લરી બનાવવા માટે :
  16. 7-8 ચમચીમેંદો
  17. 7 ચમચીકોનૅફલોર
  18. પાણી જરુર મુજબ
  19. તળવા માટે તેલ
  20. લીલી ચટણી બનાવવા માટે :
  21. 150 ગ્રામકોથમીર
  22. 4લીલા મરચાં
  23. 1 ચમચીસિંગદાણા /દાળીયા
  24. 4 ચમચીદહીં
  25. મીઠું જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફવા,લીલા વટાણા અલગ થી બાફવા, પછી તેની છાલ ઉતારી તેમાં હળદર, લીલાં મરચાં અને આદુ ની પેસ્ટ, આમચુર પાઉડર, ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ ઉમેરો તેને મિક્સ કરીને તેના નેસ્ટ (ખાડા વાળા લુઆ)રેડીકરવા બીજી બાજુ મેંદો અને કોનૅફલોર મીકસ કરી સ્લરી રેડી કરવી

  2. 2

    ખાડા વાળા લુઆ ને સ્લરી માં બોળી તેના પર વૅમીસેલી સેવ થી કોટિંગ કરો, બધા ને કોટિંગ થઇ જાય પછી તેને તેલ માં ધીમા તાપે બ્રાઉન રંગની થાય તેમ તળી લો

  3. 3

    બીજા વાસણ માં પનીર ને ખમણી લો, તેમાં કોનૅફલોર 2 ચમચી જેટલો ઉમેરો તેમાં મરી પાઉડર અને મીઠું ઉમેરી તેના ગોળ ગોળ લુઆ બનાવી લો આ લુઆ ને તેલ મા 2 મીનીટ માટે તળી લો અહિં ખાસ ધ્યાન રાખવુ તેને બ્રાઉન થવા દેવા નહી

  4. 4

    કોથમીર, લીલાં મરચાં, 1 ચમચી દહીં, 1 ચમચી શીંગદાણા અને સહેજ મીઠું લઇ મીક્સચર માં પીસી તેની ચટણી રેડી કરો

  5. 5

    તળેલા નેસ્ટ માં લીલી ચટણી પાથરો પછી તેના પર પનીર ના બોલ્સ મુકો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal hitesh panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes