તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)

Riddhi Patel
Riddhi Patel @chaki_cook

#AM4
પંજાબી સબ્જી સાથે આપણે મેંદા ની નાન બનાવતા હોય છીએ. પરંતુ તંદુરી રોટી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે ઘઉં ના લોટ ની એટલે હેલ્થ માટે પણ સારી.

તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)

#AM4
પંજાબી સબ્જી સાથે આપણે મેંદા ની નાન બનાવતા હોય છીએ. પરંતુ તંદુરી રોટી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે ઘઉં ના લોટ ની એટલે હેલ્થ માટે પણ સારી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો
  1. 1+1/2 કપ ઘઉં નો લોટ
  2. 1/2 કપદહીં
  3. 1 ચમચીખાંડ
  4. 1/4 tspબેકિંગ સોડા
  5. 1/2 tspબેકિંગ પાઉડર
  6. 1 ચમચીમીઠું
  7. જરૂર મુજબ પાણી
  8. તેલ
  9. 2 ચમચીકાળા તલ
  10. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    લોટ ને ચાળી ને બધી વસ્તુ નાખી ને મિક્સ કરવું. જરૂર મુજબ પાણી નાખી ને રોટલી થી થોડો નરમ લોટ બાંધવો. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું તેલ નાખી ને સરસ મસળવો પહેલા થોડો લોટ હાથ માં ચોંટે એવું લાગશે. પણ તેલ સરસ મિક્સ થશે એટલે સોફ્ટ થય જાસે. હવે લોટ ને ઢાંકી ને 15-20 મિનિટ રહેવા દેવો.

  2. 2

    15-20 મિનિટ પછી જોશો તો લોટ સરસ સોફ્ટ હશે. હવે એક રોટલી નો લુવો લઈ ને તમને જે રીતે પસંદ હોય એ રીતે વણવી. હવે તેમાં કાળા તલ,કોથમીર નાખી ને હળવા હાથે વેલણ ફેરવવું જેથી બંને ચોંટી જાય.પછી રોટલી ના પાછલા ભાગે પાણી લગાડવું.

  3. 3

    હવે રોટલી ને લોઢી માં શેકવી. થોડા પરપોટા જેવું થશે અને થોડી ડ્રાય પણ દેખાશે પછી ફોટો માં છે એ રીતે લોઢી ને ઊંધી કરી ને રોટલી ને શેકવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Patel
Riddhi Patel @chaki_cook
પર

Similar Recipes