દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Jinkal Sinha
Jinkal Sinha @jinkal_2312

દૂધપાકએ દૂધ માં થી બનતી મીઠી વાનગી છે જેને તહેવાર માં બધા ની ઘેર બનાવતા હોય છે પણ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે મન થાય એટલે બની જાય એટલે આજે એની રેસિપી શેર કરું છું

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧.૩૦ કલાક
૪ જણ માટે
  1. ૧.૫૦ લીટર ફૂલ ફેટ દૂધ
  2. ૧ વાડકીખાંડ
  3. ૧ ચમચીચોખા
  4. ૮-૧૦ ઈલાયચી
  5. ૪-૫ બદામ
  6. ૪-૫ કાજુ
  7. ૭-૮ પિસ્તા
  8. ૫-૬ તાંતણા કેસર

રાંધવાની સૂચનાઓ

૧.૩૦ કલાક
  1. 1

    સૌપ્રથમ ગેસ પર દૂધ ગરમ કરવા મુકો ગેસ મીડીયમ રાખી એક ઉભરો લાવી દેવો

  2. 2

    ત્યારબાદ ગેસ ને એકદમ સ્લો રાખી આશરે સવા કલાક જેવું ઉકળવા દેવું વચ્ચે વચ્ચે નીચે ચોંટી ના જાય એ માટે હલાવતાં રેહવું ને તેમાં તાવીતો મૂકી રાખો જેથી નીચે ચીપકે નહીં હવે તેમાં ચોખા પણ ધોઈ ને નાખી દેવા જેથી દૂધ સાથે એ પણ ચડી જાય. મારા ઘર માં બધાને ચોખા નથી ભાવતા બહુ દુધ માં એટલે ઓછા ઉમેર્યા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારી શકો છો

  3. 3

    લગભગ સવા કલાક જેવું થશે ત્યારે દૂધ નો કલર બદલાઈ જશે એ વખતે તેમાં ૧ મોટી વાટકી ખાંડ ઉમેરી દેવી

  4. 4

    હવે તેમાં કચરેલી ઈલાયચી, બદામ,કાજુ ને પિસ્તા ઉમેરવા

  5. 5

    કેસર માટે થોડુ દુધ વાટકી માં લઇ એમાં કેસર ઉમેરો, કેસર બરાબર ઓગળી જાય પછી તેને દુધ માં ઉમેરવું

  6. 6

    હવે બધા ડ્રાયફ્રુઈટ અને કેસર નાખી ને હલાવી લો

  7. 7

    આ સ્ટેજ માં તમે ગરમાગરમ સર્વ પણ કરી શકો છો પણ મારા ઘરે તો બધા ને ઠંડો ભાવે એટલે ઠંડુ પાડી ને ફ્રિજ માં મૂકીએ

  8. 8

    ૪-૫ કલાક પછી ઠંડુ થાય એટલે ખાવ માટે તૈયાર છે દુધપાક

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jinkal Sinha
Jinkal Sinha @jinkal_2312
પર

Similar Recipes