શાહી પનીર મખની (Shahi Paneer Makhani Recipe In Gujarati)

Sangita Jani
Sangita Jani @sangitajani0805
Ahemdabad

શાહી પનીર મખની (Shahi Paneer Makhani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. મખની ગ્રેવી માટે
  2. ૫ નંગટામેટા(લાલ)
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગઆદુનો ટુકડો
  5. 6 થી 7 નંગ લસણની કળી
  6. 6 મોટી ચમચીતેલ
  7. ૧ નંગતમાલપત્ર
  8. 1/2 ચમચી જીરૂ
  9. ૧ નંગતજ નો ટુકડો
  10. 2 નંગસૂકા કાશ્મીરી લાલ મરચાં
  11. ૧ નંગમોટો એલચો
  12. ૧ નંગસ્ટાર ફુલ
  13. 1/2 કપ ટુકડા કાજુ
  14. 1/4 કપ મગજતરી ના બી
  15. 3 મોટી ચમચીબટર
  16. 2 મોટી ચમચીક્રીમ
  17. 1 મોટી ચમચીકાશ્મીરી લાલ મરચું
  18. 1/4 ચમચી હળદર પાઉડર
  19. 1 મોટી ચમચીધાણાજીરું પાઉડર
  20. 1/2 ચમચી ગરમ મસાલો
  21. ૧ ચમચીખાંડ
  22. 1/2 ચમચી જીરા પાઉડર
  23. મીઠું સ્વાદ મુજબ
  24. પાણી જરૂર મુજબ
  25. પનીર મખની બનાવવા માટે
  26. ૨૫૦ ગ્રામ પનીર
  27. 1 મોટી ચમચીકસુરી મેથી
  28. 2 મોટી ચમચીતેલ
  29. 4 મોટી ચમચીબટર
  30. 1 ચમચીદેગી લાલ મરચું
  31. 1 ચમચીધાણાજીરું પાઉડર
  32. 1/4 ચમચી હળદર
  33. 2 મોટી ચમચીમોળું દહીં
  34. ગાર્નીશિંગ માટે
  35. ફ્રેશ ક્રીમ
  36. છીણેલું પનીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગની ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ મૂકી ને તેમાં બધા ખાડા મસાલા ઉમેરી જીરુ ઉમેરી તેને એક મિનીટ માટે સાંતળી લો.ત્યાર બાદ તેની અંદર ડુંગળી ઉમેરો ડુંગળી ઉમેરીને તેને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધીબરાબર સાંતળી લો હવે ત્યાર બાદ તેમાં ટામેટાના ટુકડા ઉમેરી તેને બરાબર સાંતળી લો હવે તેની અંદર બધા મસાલા કરી તેને બરાબર સાંતળી લો ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરીને હવે ઢાંકીને 10 મિનીટ માટે તેને ચડવા દો.ગ્રેવી ચડી જાય એટલે તેને ઠંડી કરી તેમાંથી બધા ખડા મસાલા બહાર કાઢીને તેની પેસ્ટ બનાવીને તેને ગાળી લો.

  2. 2

    હવે એક ગરમ પેનમાં તેલ અને બટર લઇ તેની અંદર હળદર ધાણાજીરું પાઉડર અને મરચું ઉમેરી ને તરત જ તેની અંદર makhni gravy ઉમેરી દો હવે ત્યાર બાદ તેમાં કસુરી મેથી કિચન કિંગ મસાલો ઉમેરીને તેને બરાબર હલાવી લો હવે તેની અંદર બે મોટી ચમચી છીણેલુ પનીર ઉમેરીને બાકીનું પનીરના ટુકડા કરી ઉમેરી દો હવે તેની અંદર ફ્રેશ ક્રીમ અને દહીં ઉમેરી મિક્ષ કરીને ગેસ બંધ કરી દો હવે એક સર્વિંગ બાઉલમાં લઈ તેના ઉપર ફ્રેશ ક્રીમ અને પનીર થી ગાર્નીશ કરો

  3. 3

    નોંધ:-૧ ગ્રેવી માટે હંમેશા ટામેટા ની પસંદગી કરો ત્યારે લાલ કલરના ટામેટા ની પસંદગી કરવી.
    ૨-ગ્રેવી માટે ના મસાલા જ્યારે કે ત્યારે મસાલા ઠંડા પડે પછી તેને મિક્સરમાં પેસ્ટ બનાવવી.
    ૩-ગ્રેવી કે શું કોઈ પણ વસ્તુ બનાવતા હોઈએ ત્યારે તેમાં ગરમ પાણીનો ઉપયોગ કરવો અથવા તો સ્ટોક વોટર નો યુઝ કરો.
    ૪-ગ્રેવી કે પંજાબી સબ્જી બનાવતી વખતે ફ્રેશ ક્રીમ નો અને દહીંનો ઉપયોગ છેલ્લે ગેસ બંધ કર્યા પછી જ કરવો નહીં તો તેમાંથી ઘી અથવા તો પાણી છૂટું પડી જશે.
    ૫-ગ્રેવીની પેસ્ટને ગાડી લેવાથી તેનું ટેકટર ખૂબ જ મસ્ત આવે છે

  4. 4

    ૬-મસાલાની પેસ્ટ બનાવતા પહેલાં તેમાંથી ખડા મસાલા બધા બહાર કાઢી લેવા નહીં તો ગ્રેવી નો ટેસ્ટ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (19)

Cook Today
Sangita Jani
Sangita Jani @sangitajani0805
પર
Ahemdabad

Similar Recipes