મુઠીયા (Muthia Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @PinalPatel

#supers
પાલક, મેથી અને દુધી ના હેલ્ધી મુઠીયા

મુઠીયા (Muthia Recipe In Gujarati)

#supers
પાલક, મેથી અને દુધી ના હેલ્ધી મુઠીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧ કપમેથી ની ભાજી
  2. ૧ કપપાલક ની ભાજી
  3. ૨૦૦ ગ્રામ દુધી
  4. ૧ કપઘઉંનો કરકરો લોટ
  5. ૧ કપહાંડવા નો લોટ
  6. ૧/૨ કપદહીં
  7. ૨ ટીસ્પૂન મીઠું
  8. ૧ ટીસ્પૂનહળદર
  9. ૧ ટીસ્પૂનધાણાજીરું
  10. ૧ ટીસ્પૂનઅથાણાં મસાલો
  11. ૧ ટીસ્પૂનમરચાં ની પેસ્ટ
  12. ૧ ટીસ્પૂનઆદુની પેસ્ટ
  13. ૧ ટીસ્પૂનલસણની પેસ્ટ
  14. ૩ ટીસ્પૂનખાંડ
  15. ૧/૨ ટીસ્પૂનઅજમો
  16. ૩ ટીસ્પૂનતેલ
  17. ૨ ટીસ્પૂનતલ
  18. ૧ ટીસ્પૂનરાઈ
  19. ૨ નંગઆખા લાલ મરચાં
  20. ૧/૨ કપ લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ઘઉં અને હાંડવા ના લોટ ને મિક્સ કરો.. પાલક, મેથી ની ભાજી કોથમીર ને ધોઈ લો.દુધી ને છીણી લો

  2. 2

    લોટ માં તેલનું મોણ નાખી ભાજી, દુધી મસાલા મીક્સ કરો

  3. 3

    દહીં, ખાંડ અન્ય સામગ્રી નાખી લોટ ને ૧૦ મિનિટ રહેવા દો

  4. 4

    ૧૦ મિનિટ પછી લોટ ને બરાબર મસળી લો અને મુઠીયા વાળી લો.. વરાળથી બાફી લેવા

  5. 5

    ૩૫ મિનિટ પછી થોડીવાર ઠરવા દેવા, સમારી વઘાર કરો

  6. 6

    વઘારમાં રાઈ, હિંગ, તલ અને આખાં લાલ મરચાં, થોડી આખી મેથી નાખવી..એકદમ હેલ્ધી મુઠીયા ને લીલા ધાણા ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @PinalPatel
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes