મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.
આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.
હેલ્થી મસાલા  લછા પરોઠા

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મીનીટ
1 સર્વ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 3 ચમચીતેલ મોણ માટે
  3. મીઠુ
  4. દૂધ લોટ બાંધવા માટે
  5. મસાલો ઉપર ભભરાવા માટે : 3/4 ચમચી લાલ મરચું
  6. 1/2 ચમચીશેકેલુ જીરું
  7. ચપટીમીઠું
  8. ઘી - પરોઠા ઉપર લગાડવા માટે અને શેકવા માટે
  9. ચોખા નો લોટ પરોઠા ની અંદર ભભરાવા અને અટામણ માટે

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક બાઉલ માં ઘઉંનો લોટ લઈ, તેલ અને મીઠું નાખી મિક્સ કરવું, દૂધ થી નરમ લોટ બાંધવો. હાથ માં ચોંટે નહીં ત્યા સુધી મસળવો. લોટ ઉપર તેલ લગાડીને ઢાંકી ને: 10-15 મીનીટ રાખવો.

  2. 2

    2 મોટા લુઆ કરવા.અટામણ લઈને મોટી પતલી રોટલી વણવી.પાટલી સાઈઝ ની રોટલી વણવી.

  3. 3

    રોટલી ઉપર ઘી લગાડી ને લાલ મરચું, મીઠું અને શેકેલું જીરું છાંટી ને અટામણ ભભરાવી, પતલી પતલી stripes કાપવી.

  4. 4

    Stripes ને એક પછી એક ઉપર મુકીને રોલ કરવું. અટામણ લઈને જાડું વળવું.

  5. 5

    તવી ને ગરમ કરી, ઉપર પરોઠું મૂકી બંને બાજુ શેકવું. પછી ઘી લગાડી ને શેકવું.

  6. 6

    પ્લેટ માં લઈ ને પરોઠા ઉપર પેપર નેપકીન વડે crumple કરવું એટલે લચછા છુટા પડશે.ગરમ લચછા પરોઠા ને દહીં અને ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes