બીટ અને ટામેટાનો સૂપ (Beetroot and Tometo Soup Recipe in Gujarat

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#RC3
#લાલ_રેસિપીસ
#રેઈન્બો_ચેલેન્જ
#cookpadindia

આજે હું ખૂબ જ હેલ્ધી અને શિયાળા માં વારંવાર બનાવી શકાય એવા સૂપ ની રેસિપી લાવી છું. બીટ અને ટામેટા નો સૂપ.. વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે.
ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપણા પાચન માં પણ મદદરૂપ છે. ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે.. જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનાવવા માટે મદદ કરે છે. નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 tbspબટર
  2. 1 નંગતમાલપત્ર
  3. 3 નંગમોટી લસણ ની કળી
  4. 1 ઇંચઆદુ નો ટૂકડો
  5. 1 નંગમોટી જીની સમારેલી ડુંગળી
  6. નમક સ્વાદ અનુસાર
  7. 2 નંગમોટા સાઈઝના ટામેટા મોટા સમારેલા
  8. 2 નંગમોટા સાઇઝના બીટ મોટા સમારેલા
  9. 1 નંગમોટી સાઇઝ નું ગાજર મોટું સમારેલું
  10. 3 કપપાણી
  11. 1 tspકાળા મરી પાવડર
  12. 👉 ગાર્નિશ માટે :-- અમૂલ ફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા, ગાજર અને બીટ ને ધોઈને મોટા સમારી લો. ડુંગળી જીની સમારી લો. ને બીજી સામગ્રી પણ તૈયાર કરી લો.

  2. 2

    હવે પ્રેશર કુકરમાં બટર ગરમ કરી તેમાં તમાલપત્ર, લસણ ની કળી અને આદુ ના ટુકડા ને ઉમેરી સોતે કરી લો. ત્યાર બાદ આમાં જીની સમારેલી ડુંગળી અને નમક ઉમેરી મિક્સ કરી થોડી વાર માટે મીડીયમ ગેસ ની આંચ પર સોતે કરી લો.

  3. 3

    હવે આમાં સમારેલા ટામેટા ઉમેરી મિક્સ કરી ટામેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી સોત્તે કરી તેમાં સમારેલા બીટ અને ગાજર ઉમેરી મિક્સ કરી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી કૂકર નું ઢાંકણ ઢાંકી 3 થી 4 વ્હિસ્ટલ વગાડી બોઈલ કરી લો.

  4. 4

    હવે કૂકર ઠંડુ પડે એટલે એમાંથી બીટ નું પાણી સૂપ ની ગરણી થી ગાળી લો ને પાણી સાચવી રાખો. હવે ગાળેલા બીટ અને ટામેટા ને મિક્સર જારમાં ઉમેરી પીસી ને પેસ્ટ બનાવી લો.

  5. 5

    હવે આ પેસ્ટ ને ગેસ ની મીડીયમ આંચ પર એક પેન મા ઉમેરી મિક્સ કરી તેમાં સાચવી રાખેલા બીટ ના પાણી ને ઉમેરી બરાબર મિક્સ કરી 5 થી 7 મિનિટ માટે બોઇલ કરી લો. ને તેમાં કાળા મરી નો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની આંચ બંધ કરી લો.

  6. 6

    હવે આપણું હેલ્થી અને પૌષ્ટિક એવું બીટ અને ટામેટા નો સૂપ તૈયાર છે સર્વ કરવા માટે...આ સૂપ ને ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Top Search in

Similar Recipes