દુધીનો હલવો (Dhudhi halwa recipe in Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. 250 ગ્રામ ફ્રેશ ગ્રીન દુધી
  2. ૨ કપદૂધ
  3. 1/2 કપ મલાઈ
  4. ૩ ચમચીસાકર જરૂર મુજબ
  5. 2-3ગ્રીન કલર drops
  6. 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  7. ગાર્નિશ માટે બદામ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા એક પેન લઈને, ગેસ ચાલુ કરીને, પેનમાં દૂધ ગરમ કરવા મૂકવું.પછી દુધી ને ધોઈને, તેની પતલી છાલ કાઢીને, ખમણીથી ખમણી લેવી.

  2. 2

    ગેસ ઉપર ગરમ દૂધમાં દુધી ખમણીને થોડી થોડી તેમાં એડ કરતાં જઈએ. અને દુધી બધી એડ કરીને તેમાં પસંદગી પ્રમાણે ગ્રીન કલર બે થી ત્રણ drops એડ કરવો. અને પછી ગેસ ઉપર સતત હલાવતા રહેવું.

  3. 3

    સતત હલાવતા રહેવાથી, તે જલ્દી ચડી જશે. દૂધ બળી જશે.અને તેમાં દૂધી એકદમ ચડી જશે. દૂધીને સ્મેસર થી સ્મેશ કરી લેવી.

  4. 4

    બરાબર ચડી જાય, એટલે તેમાં મલાઈ એડ કરીને બરાબર હલાવી લો. અને પછી તરત જ તેમાં 1/4 ચમચી ઇલાયચી પાઉડર, અને ત્રણ ચમચી સાકર, જરૂરત મુજબ વધારે ઓછી લઈ શકાય. એડ કરી,અને ફરી પાછુ સતત હલાવતા રહેવું.

  5. 5

    બધું બરાબર મિક્સ થઈ જાય અને હલવો પેન ને છોડી દે. એટલે ગેસ બંધ કરી લેવો.

  6. 6

    તૈયાર થયેલા આ હલવાને, સર્વિંગ બાઉલમાં કાઢીને, તેના ઉપર બદામથી પસંદગી પ્રમાણે ગાર્નીશ કરી લેવુ.

  7. 7

    દુધીનો ટેસ્ટી હલવો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes