પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આજ કાલ બાળકોને આપણા ગુજરાતી શાક નથી ભાવતા.એમાં પણ વિવિધ જાતની ભાજીતો નામ સાંભળીને જ ખાવાની ના કહી દે છે માટે હું મારા ઘરે પાલકનીભાજીમાંથી અલગ અલગ ગ્રેવીમાં શાક બનાવ છું એમાંનું એક શાક છે પાલક પનીર જે બધાંને જ ભાવે છે મારા ઘરે પણ બધાનું મનપસંદ છે. તો ચલો બનાવીએ પાલક પનીર.
#RC4
#લીલી વાનગી
#પાલક પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-30 મિનિટ
5-7વ્યક્તિ માટે
  1. 250 ગ્રામપાલકની પ્યુરી
  2. 2 નગમીડીયમ સાઈઝના ટામેટા
  3. 3-4 નગમીડીયમ સાઇઝના કાંદા
  4. 2 ચમચીઆદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ
  5. 300 ગ્રામપનીરના મીડીયમ સાઈઝના ટુકડા(સેલો ફ્રાય કરીને પણ ઉપયોગ કરી શકાય)
  6. 1 ચમચીહળદર પાઉડર
  7. 1 ચમચીકિચન કિંગ મસાલો
  8. 2 ચમચીફેશ મલાઈ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1 ચમચીધાણાજીરું પાઉડર
  11. 3-4 ચમચીતેલ
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20-30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાંદા ટામેટાને સમારી કુકરમાં 3 સીટી વગાડી બાફીને ઠડું થાય પછી મિક્સરમાં ગ્રેવી કરી દેવી.ત્યાર બાદ પાલકને પણ એક પેનમાં પાણીમાં મીઠું ઉમેરી ઉકાળી બાફીને ગ્રેવી કરી લેવી.

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી એમાં કાંદા ટામેટાની ગ્રેવી ઉમેરી તેલ છુંટુ પડે ત્યાં સુધી સાતળવું ત્યાર બાદ એમાં ઉપર જણાવ્યા મુજબના મસાલા ઉમેરી તેલ છુટું પડે ત્યાં સુધી સાતળવું.ત્યાર બાદ પાલકની પ્યુરી ઉમેરી જરૂર મુજબનું પાણી ઉમેરી તેલ છુટું પડે ત્યાં સુધી સાતળવું. ત્યાર બાદ એમાં પનીરના ટુકડા ઉમેરી દેવા. અને 2 થી 5 મિનિટ સાતળવું. અને એમાં ઉપરથી કસૂરી મેથી ઉમેરી ગેસ બંધ કરી દેવું.

  3. 3

    ત્યાર છે આપણું પાલક પનીરનું શાક એને સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

ટિપ્પણીઓ

Similar Recipes