મગ ની દાળ નાં દાળવડા (Moong dal vada recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

દાળવડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે જેની મજા ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવે છે. દાળ વડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે જેમકે મીક્સ દાળનો ઉપયોગ કરીને કે ફક્ત ચણાની દાળનો અથવા તો મગની દાળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.
મેં અહીંયા છોડાવાળી મગની દાળનો ઉપયોગ કરીને દાળવડા બનાવ્યા છે જેમાં ખૂબ જ ઓછા મસાલા ઉમેરવામાં આવે છે પરંતુ આ દાળવડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. દાળવડા ને તળેલા મરચા અને કાંદા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.

#MRC
#cookpadindia
#cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4ક + 30મિ
3 - 4 સર્વિંગ્સ
  1. 1 કપછોડાવાળી મગની દાળ
  2. 2+ 2 લીલા મરચા
  3. 4લસણની કળી
  4. 1/2 ટીસ્પૂનહિંગ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/2 ટીસ્પૂનઈનો (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

4ક + 30મિ
  1. 1

    સૌપ્રથમ મગની દાળને ધોઈને ૩ થી ૪ કલાક માટે પલાળી રાખવી.

  2. 2

    હવે મગની દાળમાંથી બધુ પાણી નિતારી લઈને એને બે ભાગમાં વહેંચી લેવી. એક ભાગમાં મીઠું, 2 લીલા મરચાં, લસણ અને હિંગ ઉમેરવા. હવે તેને મિક્સર જારમાં પાણી ઉમેર્યા વગર વાટી લેવી. વાટેલી દાળ અને આખી દાળ નું પ્રમાણ પોતાની પસંદગી મુજબ વધારે ઓછું રાખી શકાય, પરંતુ જો અડધું અડધું રાખવામાં આવે તો દાળવડા ખૂબ જ ક્રિસ્પી બને છે.

  3. 3

    હવે વાટેલી દાળમાં આખી દાળ ઉમેરીને તેમાં બે ઝીણા સમારેલા મરચાં ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. મીઠાનું પ્રમાણ તપાસી લેવું. હવે તેમાં ઈનો ઉમેરીને બરાબર હલાવવું. ઈનો ઉમેરવું ઓપ્શનલ છે પરંતુ ઈનો ઉમેરવાથી દાળવડા ખૂબ જ હલકા અને ફુલેલા બને છે.

  4. 4

    એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં હાથની મદદથી નાના નાના વડા મુકવા. હવે આ વડાને મીડીયમ થી હાઈ હીટ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા. આ રીતે બધા દાળ વડા તૈયાર કરી લેવા.

  5. 5

    ગરમાગરમ દાળવડા ને તળેલા લીલા મરચાં અને કાંદા ની સાથે પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
spicequeen
spicequeen @mrunalthakkar
પર
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

Similar Recipes