બટર વડાપાવ (Butter Vadapav Recipe In Gujarati)

Nayna Parjapati
Nayna Parjapati @cook_31535919
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો
  1. 4 નંગપાઉં
  2. 4 નંગબટાકા
  3. 2 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  4. લાલ મરચું પાઉડર
  5. 1 ચમચીખાંડ
  6. 1/2 ચમચીલીંબુનો રસ
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. કોથમીર
  10. ૧ નાની વાટકીબટર
  11. લસણની ચટણી
  12. 1 વાટકીચણાનો લોટ
  13. તેલ તળવા માટે
  14. ગ્રીન ચટણી માટે
  15. 4 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  16. 3 ચમચીશીંગદાણા
  17. 1 ચમચીખાંડ
  18. ચમચીલીંબુ
  19. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બટાકાનો છૂંદો કરો.ત્યારબાદ તેમાં બધી સામગ્રી મિક્સ કરી બટાકા વાળા નો મસાલો તૈયાર કરો અને તેમાંથી નાના ગોળા વાળી લો.

  2. 2

    હવે એક મિક્સર જારમાં આદુ-મરચા-લસણની પેસ્ટ,શીંગદાણા, ખાંડ, લીંબુ, સ્વાદ અનુસાર મીઠું બધી સામગ્રી ભેગી કરી ક્રશ કરી પેસ્ટ બનાવી લો અને જોઈતા પ્રમાણમાં થોડું પાણી ઉમેરો.

  3. 3

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ ભજીયાનો ખીરું બાંધવું.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ ચણાનાં લોટના ખીરામાં બટાકા વડા ની ગોળી બોડી ને ભજીયા બનાવી લો.

  5. 5

    ત્યારબાદ એક લોઢી ગરમ કરવા ગેસ પર મૂકો.ત્યારબાદ તેમાં બટર ઉમેરો.હવે તેમાં ગ્રીન ચટણી અને લાલ ચટણી ઉમેરી પાવને વચ્ચેથી કટ કરી ઉંધુ મૂકી દો. હવે પાવ ને સીધું કરી અંદર બટાકુ વડુ મુકી બટર મૂકી બંને બાજુ શેકી લો.

  6. 6

    હવે આ ગરમાગરમ વડાપાઉ ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Parjapati
Nayna Parjapati @cook_31535919
પર

Similar Recipes